ગુજરાત

gujarat

ETV Bharat / state

ભીલાડમાં હોટલના જીમમાં COVID-19 જાહેરનામાનો ભંગ કરી કસરત કરતા 3ની અટકાયત - bhiloda news

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નરોલી બ્રિજની સામે આવેલી હોટેલ વેસ્ટવ્યુના જીમમાં  COVID-19 જાહેરનામાનો ભંગ કરી હોટલના માલિક સહિત જીમનો ટ્રેનર કસરત કરતા ભીલાડ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

view
view

By

Published : Apr 15, 2020, 7:53 PM IST

ભિલાડ: લોકડાઉન અને કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરી ભીલાડની હોટેલ વેસ્ટ વ્યૂમાં કસરત કરતા 3 લોકોની ભિલાડ પોલીસે અટક કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નરોલી બ્રિજની સામે આવેલી હોટેલ વેસ્ટવ્યુના જીમમાં COVID-19 જાહેરનામાનો ભંગ કરી હોટલના માલિક સહિત જીમનો ટ્રેનર કસરત કરતા ભીલાડ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

આ અંગે મળતી જાણકારી મુજબ ભીલાડ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.આર ભાદરકા તથા અન્ય પોલીસ સ્ટાફ સહિત ગુજરાત સરકારના કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમમાંથી બાતમી મળી હતી કે ભીલાડ નેશનલ હાઇવે નંબર 48 ઉપરનાં નરોલી બ્રિજ સામે આવેલ હોટેલ વેસ્ટવ્યુના જીમમાં કેટલાક ઇસમો કસરત કરી રહ્યા છે.

આ બાતમીના આધારે ભિલાડ પોલીસે 7:30 વાગ્યાના અરસામાં હોટલમાં તપાસ કરતા હોટલના માલિક ત્યાં હાજર હતા અને અન્ય બે ઈસમો જીમ ખુલ્લું રાખી હળવી કસરત કરતા જણાતા ભીલાડ પોલીસે ત્રણેયની અટક કરતા તહોમતદાર શફી અંસાર ખાન, મહમ્મદ અલી અન્સારી ખાન તથા ટ્રેનર આશિફ રિઝવાન શૈખની COVID-19 દરમિયાન 188 ના જાહેર નામાનો ભંગ તથા જી.પી.એકટ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 135 મુજબ તહોમતદાર માલિક સહિત અન્ય બેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details