ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની સારવારમાં મદદરૂપ થતી હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા વાપીની કંપની બનાવે છે - કોરોના વાઇરસની અસર

હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામનું લાઇફ સેવિંગ ડ્રગ્સ કોરોના વાઇરસના દર્દીઓને સાજા કરવામાં મદદરૂપ થઇ રહ્યુ છે. જેની જાણ થતા પીએમ દ્રારા આ ડ્રગ્સના એકસપોર્ટ પર પ્રતિંબધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે અમેરિકા ઉપરાંત બ્રાઝિલે ભારતને આ દવાના એક્સપોર્ટ પર પ્રતિબંધ હટાવવા વિંનંતી કરી હતી. ત્યારે વાપીની બે ફાર્મા કપંનીઓ મહિને ચારથી પાંચ ટન હાઇડ્રોક્સીક્લોરોકવિન બનાવી રહી છે.

etv Bharat
કોરોનાની સારવારમાં મદદરૂપ થતી હાઇડ્રોક્સીક્લોરોકવિન વાપીની આ બે કંપનીઓ બનાવે છે.

By

Published : Apr 8, 2020, 5:44 PM IST

વાપી: લોકાઉન અને કોરોના કહેર વચ્ચે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની અને દવાઓ બનાવતી કંપનીઓમાં પ્રોડક્શન ચાલુ રખાયું છે. જેમાં હાઇડ્રોક્સીક્લોરોકવિન નામનું લાઇફ સેવિંગ ડ્રગ્સ કોરોના વાઇરસના દર્દીઓને સાજા કરવામાં મદદરૂપ થઇ રહ્યુ છે. જેની જાણ થતા પીએમ દ્રારા આ ડ્રગ્સના એકસપોર્ટ પર પ્રતિંબધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે અમેરિકા ઉપરાંત બ્રાઝિલે ભારતને આ દવાના એક્સપોર્ટ પર પ્રતિબંધ હટાવવા વિંનતી કરી હતી. ત્યારે વાપીની વાઇટલ અને મંગલમ નામની બે ફાર્મા કપંનીઓ મહિને ચારથી પાંચ ટન હાઇડ્રોક્સીક્લોરોકવિન બનાવી રહી છે. જે અંતર્ગત આ બે ફાર્મા કંપનીઓ હાલામાં ચર્ચાનો વિષય બની છે.

કોરોનાની સારવારમાં મદદરૂપ થતી હાઇડ્રોક્સીક્લોરોકવિન વાપીની આ બે કંપનીઓ બનાવે છે.

આ અંગે વાઇટલ કંપનીના શંકર બજાજ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ દવા વાપીમાં તેમની કંપની અને અન્ય મંગલમ ડ્રગ્સ નામની કંપની વર્ષોથી બનાવે છે. આજે પણ કંપનીમાં મહિને ચારથી પાંચ ટન દવાનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છે.

કોરોનાની સારવારમાં મદદરૂપ થતી હાઇડ્રોક્સીક્લોરોકવિન વાપીની આ બે કંપનીઓ બનાવે છે.

હકીકતે આ દવાનુ ભારત મોટું બજાર છે. ભારતમાં મેલેરિયા અને પેટની તકલીફ જેવી કે એસિડિટીમાં આ દવાનો ઉપયોગ થાય છે. મૂળ લાઇફ સેવિંગ ગણાતા હાઇડ્રોક્સીક્લોરોક્વિનમાંથી આ દવા બનાવવામાં આવે છે. જેના પર થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોરોનાની સારવારમાં મદદરૂપ થતી હાઇડ્રોક્સીક્લોરોકવિન વાપીની આ બે કંપનીઓ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. અને લાખો લોકો આ સંક્રમણની લપેટમાં આવ્યા છે. ત્યારે અન્ય દેશો દ્વારા ભારત પાસે મલેરિયાની દવાની માંગ કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં દર્દીઓની સારવાર માટે મલેરિયા પ્રતિરોધક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન અસરકારક પરિણામ આપતી હોવાનું જણાયું છે. ભારત સરકારે 25 માર્ચના રોજ હાઇડ્રોક્સીક્લોરોકવિન નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઘર આંગણે પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી કેન્દ્ર સરકારે આ પગલું લીધું હતું.

ABOUT THE AUTHOR

...view details