- વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી
- સાંસદને શ્રદ્ધાંજલિ પાઠવવા ગ્રામજનોએ કેન્ડલ માર્ચનું કર્યું આયોજન
- દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં કરી હતી આત્મહત્યા
કરજગામઃ ગ્રામ પંચાયત કરજગામ ખાતે સરપંચ કમલેશ ધોડી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક સમર્થકોએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરને કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી તેમના પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી.
આદિવાસી સમાજના નેતા હતા મોહન ડેલકર
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આત્મહત્યાના પડઘા હવે વલસાડ જિલ્લામાં પણ પડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં વસતા આદિવાસી સમાજ ડેલકરની આત્મહત્યા પ્રકરણમાં ન્યાયની માગ કરી કેન્ડલ માર્ચથી શ્રદ્ધાસુમન અર્પણ કરી રહયા છે.
સાંસદને શ્રદ્ધાંજલિ પાઠવવા ગ્રામજનોએ કેન્ડલ માર્ચનું કર્યું આયોજન આ પણ વાંચોઃઅડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનારા મોહન ડેલકરની અલવિદા
આત્મહત્યામાં તટસ્થ તપાસની માગ
ગુરૂવારે સાંજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજગામ સહિત વાપી, ધરમપુરમાં મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ડેલકરે આ આત્મહત્યા દાદરાનગર હવેલીના પ્રશાસક અને પ્રશાસનિક અધિકારીઓની કનડગતને કારણે કરી હોવાની વિગતો સ્યુસાઇડ નોટમાં લખી છે. આ અંગે હાલ મુંબઈ પોલીસ તપાસ ચલાવી રહી છે.
આદિવાસી સમાજ માટે લડનારા નેતાને શ્રદ્ધાંજલિ
સાંસદના મોતની તપાસ તટસ્થ રીતે થાય અને દોષીતોને સજા થાય તેવી આદિવાસી સમાજની માગ છે. ગ્રામ પંચાયત કરજગામ ખાતે સરપંચ કમલેશ ધોડી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક સમર્થકોએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરને કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી તેમના પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી.
વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી આ પણ વાંચોઃદાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની જીવન સફર
ગામલોકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
કમલેશ ધોડીએ જણાવ્યું હતું કે, ડેલકરે એક બાહોશ નેતા હતા. તેમણે લોકસભામાં અનેકવાર આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો હતો. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા હતાં. જેમને ન્યાય મળે તેમની આત્માને શાંતિ મળે તે માટે ગામના લોકોએ ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.