સેલવાસમાં સ્મશાન ભૂમિનુ ડિમોલિશન કરવા ગયેલ ટીમનો ગામ લોકોએ વિરોધ કર્યો - Daman letest news
સેલવાસના ભુરકુંડ ફળિયા વિસ્તારમા દમણગંગા નદી કિનારે આવેલ જુની સ્મશાનભુમિને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. જેનો ગામલોકોએ વિરોધ કર્યો હતો. અંદાજીત 40વર્ષ પહેલા આ જગ્યા પર પ્રસાશન અને ગામના લોકોએ મળી ગામના લોકોને નજીકમા જ સુવિધા મળી રહે એના માટે દમણગંગા નદી કિનારે સ્મશાનભુમિ બનાવવામા આવી હતી.
સેલવાસમાં સ્મશાનભૂમિનુ ડિમોલિશન કરવા ગયેલ ટીમનો ગામ લોકોએ વિરોધ કર્યો
દમણઃ સેલવાસમાં ભુરકુંડ ફળીયા વિસ્તારમાં 40 વર્ષ જૂની સ્મશાનભૂમિને પાલિકા દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરતા ગામના લોકોએ તેનો વિરોધ કર્યો હતો.. આ સ્મશાનભૂમિનો ઉપયોગ સામરવરણી, ભુરકુંડ ફળિયા, ટોકારખાડા સહિત વિવિધ વિસ્તારના લોકો ઉપયોગ વર્ષોથી ઉપયોગ કરતા આવ્યાં હોવાનું જણાવી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, કોઈપણ જાતની નોટિસ કે જાણકરી આપવા વગર જ પાલિકાના સીઓ મોહિત મિશ્રાના આદેશ અનુસાર પાલિકાની ટીમ જેસીબી અને જરૂરી સાધનો લઇ આવી ગયી હતી.