દમણ: સંઘપ્રદેશ દમણમાં મોટી દમણના નાયલા પારડી ગામે રહેતા નિલેશ હળપતિએ સંઘપ્રદેશ પ્રશાસક અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમના પિતાની તબિયત લથડતા મરવડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તબીબોએ માયનોર હાર્ટ એટેક હોવાનું જણાવી દર્દીને આઇસીયુમાં દાખલ કર્યા હતાં. જો કે, બીજા દિવસે દર્દીના પરિવારને જાણ કર્યા વિના જ સેલવાસ સિવિલમાં દર્દીને દાખલ કરી દેવામાં આવતા દર્દીનું મોત થયું હતું.
દમણની મરવડ હોસ્પિટલની ગંભીર બેદરકારી, સુપ્રિટેન્ડન્ટની બદલી - serious negligence
દમણની મરવડ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શૈલેષ આર્લેકરની દમણ પ્રશાસને બદલી કરી તેના સ્થાને સેલવાસના ડો. સંજય વર્માને સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સોંપાયો છે. મહત્વનું છે કે, આ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને પરિવારની જાણ બહાર સેલવાસમાં સારવાર માટે મોકલ્યા બાદ તેનું મૃત્યું થયું હતુંં. આ મૃતદેહની પરિવારને જાણ કરવાની પણ હોસ્પિટલે માનવતા દાખવી ન હતી.
સેલવાસથી મૃતદેહને લાવીને દમણની મરવડ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે પરિવારે દર્દી વિશે પૂછતાં હોસ્પિટલના સંચાલકોએ ગલ્લા તલ્લા કરતા સંબંધીઓએ ધમાલ કર્યા બાદ મામલો પોલીસ સુધી પહોંચતા દર્દીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. અંતે ફરિયાદીએ પ્રશાસક પ્રફુલ પટેલ અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આ સમગ્ર ઘટનામાં તપાસ કરવાની માગ કરી હતી.
- દમણની મરવડ હોસ્પિટલની ગંભીર બેદરકારી
- પરિવારને જાણ કર્યા વિના જ સેલવાસ સિવિલમાં દર્દીને દાખલ કરી દેવામાં આવતા દર્દીનું મોત
- પ્રશાસક પ્રફુલ પટેલ અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી
- મરવડ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શૈલેષ આર્લેકરની દમણ પ્રશાસને બદલી કરી
- ગંભીર ઘટનાને લઇને સોશ્યિલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની
ફરિયાદ બાદ હેલ્થ સેક્રેટરી એસ. ક્રિષ્ના ચૈતન્યાએ મરવડ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શૈલેશની મોટીદમણ સરકારી હોસ્પિટલમાં બદલી કરી છે. જ્યારે સેલવાસની સિવિલ હોસ્પિટલના તબીબ સંજય વર્માને સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મરવડ હોસ્પિટલમાં બહાર આવેલી આ ગંભીર ઘટનાને લઇને સોશ્યિલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની હતી. જેને લઈને આખરે આ બદલી કરી હોવાની વિગત સૂત્રો પાસેથી મળી છે.