ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં બલીઠા ફાટક પાસે માર્ગનું સમારકામ પૂર્ણતાને આરે - Balitha

વાપીઃ નજીકના બલીઠા ફાટક LC no. 81 ના રેલવે માર્ગ પરના પેવરબ્લોક ઉખડી જવાને કારણે અહીંથી અવરજવર કરનારા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. જેને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા બલીઠા ફાટકના માર્ગનું સમારકામ હાથ ધરાયું છે. અને ફાટક આગામી 9મેં થી 17મેં સુધી બંધ રહેશે. જયારે અહીંથી પસાર થનારા ટુ વ્હીલરવાળાઓ કામચલાઉ નાના રેલવે ગરનાળાનો ઉપયોગ કરી રહયા છે.

બલીઠા ફાટક પાસે માર્ગનું સમારકામ પૂર્ણતાને આરે

By

Published : May 16, 2019, 1:02 PM IST

બલીઠા ગામ જે સંઘપ્રદેશ દમણ અને હાઈવેને જોડતો ટૂંકો માર્ગ છે અને બલીઠા રેલવે ક્રોસિંગ હોય અહીંથી અસંખ્ય નાના-મોટા વાહનોની અવરજવર થતી રહે છે. જેમાં બલીઠા ફાટક પાસે રેલવે માર્ગ ઉપર પેવરબ્લોક બેસાડવામાં આવેલા હતા. જો કે, તે પેવરબ્લોક ઉખડી કે તૂટી જવાને કારણે અહીંથી પસાર થનારા સૌ કોઈને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને રેલવે વિભાગે ધ્યાને લઈ પેવરબ્લોકનું સમારકામ હાથ ધરાયું છે.

નોંધનીય છે કે, બલીઠા રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રીજ બની રહયો છે. અને જે તે સમયે બલીઠા ફાટક બંધ રહેશેનું જાહેરનામુ પણ બહાર પડાયું હતું. અને ટ્રાફિકનું ભારણ ન રહે તેને ધ્યાને રાખી બલીઠા ફાટક સમયાંતરે ખોલવામાં આવી રહયો છે. જેમાં બલીઠા ફાટક રેલવે માર્ગના પેવરબ્લોકનું સમારકામ હાથ ધરાયું હોય, જે 9મેં થી 17મે સુધી ચાલશે અને આ ફાટક ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યો છે.

બલીઠા ફાટક પાસે માર્ગનું સમારકામ પૂર્ણતાને આરે

કેટલાક અવરજવર કરનારા અજાણ વાહનચાલકો અહીં સુધી આવી જાય છે. અને ત્યારબાદ ફાટક બંધ હોવાનું નજરે પડયા બાદ પરત ફરી મોરાઈ ફાટક તરફ જઈ રહયા છે. જયારે ટુ વ્હીલરવાળાઓ કામચલાઉ નાના રેલવે ગરનાળાનો ઉપયોગ કરી રહયા છે. આ માર્ગનું સમારકામ થયા બાદ દમણ જતા અને આવતા વાહન ચાલકો માટે આવા જવા ખુબજ સરળ રહેશે.

ABOUT THE AUTHOR

...view details