ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકપ્રિય ‘રામાયણ’ સિરિયલનું શૂટિંગ રાજ્યના છેવાડાના ગામમાં થયું હતું, સિરિયલે ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ - સીરીયલ માટે સ્ટુડિયો

હાલમાં જ કોરોના સામેની લડતમાં લોકડાઉન જાહેર કર્યા બાદ દૂરદર્શન પર લોકપ્રિય બનેલી ધાર્મિક સિરિયલ રામાયણ પૂન:પ્રસારિત કરવામાં આવી છે અને આ સિરિયલે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે.

લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું
લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું

By

Published : Apr 5, 2020, 11:57 AM IST

દમણઃ હાલમાં જ કોરોના સામેની લડતમાં લોકડાઉન જાહેર કર્યા બાદ દૂરદર્શન પર લોકપ્રિય બનેલી ધાર્મિક સિરિયલ રામાયણ પૂન:પ્રસારિત કરવામાં આવી છે અને આ સિરિયલે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. રામાનન્દ સાગર દ્વારા નિર્માણ થયેલી રામાયણ સિરિયલ 1985માં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વૃદાવન સ્ટુડિઓમાં બની હતી. 25મી જાન્યુઆરી 1987ના રોજથી દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. જે બાદ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં અનેક સિરિયલો, ફિલ્મોનું નિર્માણ થયું છે.

લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું

ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ઉંમરગામનું નામ આવતાની સાથે જ લોકોના મન પર રામાયણ સિરિયલની વાત તાજી થઈ જાય છે. રામાયણ સિરિયલ જે લોકોની માગણી બાદ દૂરદર્શન ઉપર lockdownને કારણે પુનઃપ્રસારિત કરાઈ છે, ત્યારે આ નિર્ણયને પગલે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં ધાર્મિક માહોલ ઉભો થયો છે. લોકો તે સમયની અનેક સારી નરસી યાદોને વાગોળી રહ્યા છે.

લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું
રામાયણ સીરીયલથી ઉમરગામમાં આવેલો વૃંદાવન સ્ટુડિયો પણ એટલો જ પ્રસિદ્ધ થયો જેટલી રામાયણ સીરીયલ પ્રસિદ્ધ થઈ. આ સ્ટુડિયોનું નિર્માણ કાર્ય વર્ષ 1978માં થયું હતું. અને રામાનંદ સાગર દ્વારા વર્ષ 1985માં રામાયણના શૂટિંગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમેધીમે સ્ટુડિયોની પ્રસિદ્ધિ પણ વધતી ગઇ, સ્ટુડિયોના માલિક એવા મૂળ મહેસાણાના વતની હીરાભાઈ પીતાંબરદાસ પટેલ સાથે વાતચીત કર્યા બાદ રામાનંદ સાગર દ્વારા સ્ટુડિયો પર પસંદગી ઉતારવામાં આવી, ત્યારે માત્ર સ્ટુડિયો હતો. પરંતુ જે પ્રમાણે સીરિયલમાં સેટીની જરૂર પડે એ પ્રમાણે સ્ટુડિયોમાં તેમણે સેટ બનાવી આપ્યા.
લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું
ખૂબ જ ઓછા બજેટ સાથે 78 રામાયણ અને 26 ઉત્તર રામાયણ ના એપિસોડની બનેલી આ સીરિયલનું શૂટિંગ ઉમરગામ ખાતે કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી હિન્દી સીરીયલ રાધે કૃષ્ણ અને દેવીનું શૂટિંગ lockdownના કારણં બંધ છે.
લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું

વૃંદાવન સ્ટુડિઓ નજીક સમુન્દ્ર કાંઠો, શરૂની ઘેઘુર વનરાજી, આહલાદક વાતાવરણને કારણે અત્યાર સુધીમાં નવ પ્રાદેશિક ભાષામાં અનેક સીરીયલ અને ફિલ્મોનું નિર્માણ થઇ ચૂક્યું છે. 1985માં રામાનંદ સાગરે સ્ટુડિયોના માલિક હીરાભાઈ પટેલના સહયોગથી રામાયણના નિર્માણની કામગીરી શરૂ કરી હતી. જો કે, સીરીયલમાં મુખ્ય પાત્રો સિવાય જુનિયર કલાકારની ભૂમિકા માટે સ્થાનિક લોકોની પસંદગી કરાઇ હતી. ગુજરાતના અન્ય કલાકારોને તક મળી હતી. આ સીરિયલના નિર્માણને કારણે જે તે સમયે રોજગારી પણ મળી હતી.

લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું
સીરીયલ માટે સ્ટુડિયોમાં હીરાભાઇ પટેલે અદભૂત કોતરણી સહિતના સેટ કરી શરૂઆતમાં 25 એપિસોડ બનાવાયા હતા. રામાનંદ સાગરે ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલયને કેસેટ મોકલી હતી. રામાનંદ સાગરે સીરીયલ ટીવી પર પ્રસારિત થાય તે માટે ભારે પ્રયાસો કરતા અજીત પાંજા નામના અધિકારીએ મંજૂરીની મહોર મારી હતી. 25 મી 25 જાન્યુઆરી 1987થી દુરદર્શન પર શરૂ કરાઇ હતી.
લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં થયું હતું

રામાયણ સિરિયલ પ્રસારિત થતા દેશભરમાં લોકોમાં ધાર્મિક આસ્થા વધુ મજબૂત બની હતી. કલાકારો દ્વારા ભજવાયેલ ભૂમિકાને લઈ અને આબેહૂબ કથા નિર્દેશોને લઈ સીરીયલ પ્રસિદ્ધ થઈ હતી. એટલું જ નહીં રામાનંદ સાગર નો સીતારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જેને લોકડાઉનના દિવસોએ ફરી તાજો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details