વલસાડ જિલ્લાના મહત્વના મનાતા મધુબન ડેમના કાંઠે વનવિભાગની જમીનમાં જ આવાસ બનાવી રહેતા ખેતી કરતા રાયમલ ગામના લોકોએ પણ હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સામેલ થવાને બદલે ગુજરાતમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાયમલ ગામમાં અંદાજીત 601 લોકોની વસ્તી છે. ગામના અલગ અલગ ફળિયા છે. જેમાં કોઈ ફળિયું સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદ સાથે જોડાયેલા છે, તો કોઈ ફળિયું મધુબન ડેમના કેચમેન્ટ એરિયાની નજીક આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ડેમમાં માછીમારી કરવાનો છે.
ગામના લોકોએ પણ તેમનું ગામ ગુજરાતમાંથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભેળવી દેવાની વાત સાંભળી હોય આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ગામલોકોનું માનવું છે કે, દાદરા નગર હવેલીમાં ભળવાથી તેમના આવાસ અને ખેતીની જમીન જતી રહેશે. એટલે ગુજરાતમાં રહીએ તો એ કાયમ રહેવાની આશા વ્યક્ત કરી હતી.