ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ: ત્રીજા માળેથી પટકાયેલા અઢી વર્ષના એહમદ જમાલનો ચમત્કારિક બચાવ - rescue of eight-year-old Ahmed Jamal

દમણઃ ખારીવાડ વિસ્તારમાં ગ્રીનવિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાયેલ અઢી વર્ષના એહમદ જમાલ નામના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં બાળકને એપાર્ટમેન્ટ નીચે ઉભેલા લોકોએ ઝીલી લઈ બચાવી લેતા પરિવારજનોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

દમણ
દમણ

By

Published : Dec 3, 2019, 11:34 PM IST

દમણમાં ખારીવાડ વિસ્તારમાં આવેલ ગ્રીનવિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે જમાલ પરિવાર વસવાટ કરે છે. જેનો અઢી વર્ષનો એહમદ જમાલ ઘરમાં રમતા રમતા બારી પાસે પહોંચી ગયો હતો. અને બારીનો કાચ ખોલી નાખ્યો હતો. જેથી ગ્રીલ વગરની બારીમાંથી તે સીધો જ બીજા માળે પટકાયો હતો. પરંતુ બીજા માળે તેણે પહેરેલ ખમીસ ગ્રીલની ઝાળીમાં ફસાઈ જતા તે ત્યાંજ ટીંગાઈ ગયો હતો. અને રડવા લાગ્યો હતો.

દમણમાં ત્રીજા માળેથી પટકાયેલા અઢી વર્ષના એહમદ જમાલનો ચમત્કારિક બચાવ
બાળકનો રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો એપાર્ટમેન્ટ નીચે ભેગા થયા હતાં. અને બાળકને બચાવવા હાંફળાફાફળા બન્યાં હતાં. સમગ્ર ઘટના નીચે લગાવેલ CCTV માં કેદ થઈ રહી હતી. એ જ વખતે દરેક વ્યક્તિ બાળકને ઝીલી લેવા આસપાસ ગોઠવાઈ ગયા હતાં. અને અચાનક ખમીસ ગ્રીલમાંથી નીકળી જતા બાળક નીચે તરફ પડી રહ્યો હતો. ત્યારે નીચે ઉભેલા લોકોએ તેને ઝીલી લીધો હતો.બાળક એહમદ જમાલ હેમખેમ બચી જતા હાલ તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. બાળકને કોઈ ગંભીર ઇજા થઈ છે કે કેમ, તે માટે તેમના પરિવારે તેનું દમણની મરવડ અને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું છે. જેમાં બાળકને કોઈ જ ઇજા ના થઇ હોવાનું બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details