- વાપીમાં હસ્તકલા પ્રદર્શન યોજાયું
- કોરોના કાળમાં મેળાનું આયોજન
- કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મુક્યા
- વેપારીઓ માસ્ક વગર તો મુલાકાતીઓ માસ્ક સાથે
દમણઃ વાપીમાં Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા હસ્તકલા મેળા(Handicraft Fair)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠાના ઇડરમાં માથાસુર ગામમાં લગ્ન પ્રસંગે કોરોના ગાઇડલાઇનના ધજાગરા
શુક્રવારથી આ મેળાનું વિધિવત થયું છે ઉદ્ઘાટન
મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટા-મોટા બેનર લગાડવામાં આવ્યાં છે. જેમાં લખેલા કોરોના ગાઇડલાઈન(Corona guideline)ના નિયમોનો મેળાના 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે વાપીવાસીઓ ચેતશે નહિ, તો આ મેળો વાપી(Vapi)માં ફરી કોરોનાને પગપેસારો કરાવશે. શુક્રવારથી આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન થયું છે. પ્રવેશ દ્વાર પર મોટા-મોટા બેનર લગાડ્યા છે. જેમાં કોવિડ -19ને હરાવવા મુલાકાતીઓ તેમજ કારીગરો માટે અગત્યના સૂચનો લખ્યા છે.
આ નિયમોના માર્યા પાટિયા
- આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરીએ
- પરિસરમાં પ્રવેશ માટે થર્મલ સ્કેન કરાવવું
- પરિસરમાં પ્રવેશ પહેલા સેનિટાઈઝરથી હાથ સ્વચ્છ કરવા
- પરિસરમાં પાન-મસાલા ખાવાની સખ્ત મનાઈ છે
- પરિસરમાં થુંકવાની સખ્ત મનાઈ છે
- સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીએ
- પરિસરમાં ફેસમાસ્ક પહેરવું ફરજીયાત છે
- હાથ મિલાવવાનું ટાળીએ
- ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખીએ
- 10 વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વડીલોએ પ્રવેશ ટાળવો
- સરકારના અનલોકના તમામ નિયમો પાળીએ
તમામ નિયમોને નેવે મુક્યા
જો કે, આ તમામ નિયમો પણ માત્ર લખવા ખાતર જ લખ્યા હતાં. 100 જેટલા સ્ટોલ ધારકો કે આવનાર મુલાકાતીઓમાં કદાચ મોટાભાગના લોકો આ નિયમનો અમલ કરતા હશે કે કેમ તે શંકા છે. પરિસરમાં થર્મલ ગનની સુવિધા જ નથી. માત્ર એક જ સ્થળે 2 સેનિટાઈઝર રખાયા છે. જ્યાં સિક્યુરિટી ખુદ માસ્ક વગર એકબીજાની નજીક ખુરશીઓ ખેંચી બેઠેલા હતા, જ્યારે મુલાકાતીઓ બિન્દાસ્ત આવજા કરતા હતાં. સ્ટોલ ધારકો માસ્ક વગર જ દરેક ચીજો વેચતા હતાં. કોઈક સ્ટોલમાં બે કે ત્રણ વેપારીઓ હતા પણ તમામ માસ્ક વગરના હતાં.