દમણમાં જનઆક્રોશ, સ્વૈચ્છિક બંધ સાથે જેલ ભરો આંદોલન - Movement to fill the prison in Daman
દમણઃ વિસ્તારના દરિયા કાંઠાથી જામપોર બીચ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા ગરીબ લોકોને પ્રશાંસને બેઘર બનાવી મૂક્યાં છે. જે બાદ દમણમાં જનઆક્રોશ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી દમણની બજારો સજ્જડ બંધ છે. ત્યારે બુધવારે કેટલાક આગેવાનોએ જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
દમણમાંં ગરીબોના ઘર તોડી પાડ્યા બાદ ચારે તરફ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. સતત 4 દિવસથી દમણમાં તમામ વેપાર ધંધા સ્વૈચ્છિક બંધ છે, ત્યારે બુધવારે લોકો જેલ ભરો આંદોલન હેઠળ એકઠા થયા હતાં. જેને પોલીસે સમજાવટથી પરત મોકલ્યા હતાં. જ્યારે યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે પોલીસ સ્ટેશનમાં પોતાની ધરપકડ વહોરી હતી. પોલીસે અન્ય 20 જેટલા લોકોની પણ ધરપકડ કરી હતી. અને એ માટે દમણના જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યાં દમણ પોલીસ અને વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી જઈ તમામ લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા.