ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં પોલીસના વિવિધ રૂપ જોવા મળ્યા, ક્યાંક માનવતાના દર્શન તો ક્યાંક કઠોરતા - vapi latest news

કોરોના મહામારીને કારણે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓના માનવીય ગુણોના અનેક લોકોને દર્શન થઈ રહ્યાં છે. તો કેટલાક એવા લોકો પણ છે જેઓને પોલીસની કઠોરતાના દર્શન થઈ રહ્યા છે. ત્યારે આવી જ કંઇક બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં પોલીસની માનવતા અને કઠોરતાનો અનુભવ લોકોને થયો છે.

etv bharat
લોકડાઉનમાં પોલીસના વિવિધ રૂપ જોવા મળ્યા, ક્યાંક માનવતાના દર્શન તો ક્યાંક કઠોરતા

By

Published : Apr 16, 2020, 3:03 PM IST

વાપીઃ કોરોના મહામારીને કારણે દેશમાં લાગુ કરાયેલ લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓના માનવીય ગુણોના અનેક લોકોને દર્શન થઈ રહ્યાં છે. તો કેટલાક એવા લોકો પણ છે જેઓને પોલીસની કઠોરતાના દર્શન થઈ રહ્યા છે. ત્યારે આવી જ કઇક બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.

લોકડાઉનમાં પોલીસના વિવિધ રૂપ જોવા મળ્યા, ક્યાંક માનવતાના દર્શન તો ક્યાંક કઠોરતા

જેમાં પ્રથમ ઘટના બુધવારે સંઘપ્રદેશ દમણમાં જોવા મળી હતી કે જ્યા ધોમધખતા તાપમાં બે વૃદ્ધ મહિલાઓ મશાલ ચોક પાસે વાહનચાલકોને ઘર સુધી પહોંચાડી જવા આજીજી કરતી હતી. તે દરમિયાન ત્યાંથી આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ પસાર થઈ હતી. ત્યારે વૃદ્ધ મહિલાઓએ અને સ્થાનિકોએ તેને વૃદ્ધ મહિલાઓને પોતાના ઘર સુધી પહોંચાડવાની આજીજી કરી તો, આ આરોગ્યકર્મીઓએ સાફના પાડી દીધી અને સાહેબની ચેમ્બરનું એરકન્ડિશનર ખરાબ થયું છે. એટલે કારીગરને લેવા જતા હોવાનું કહી ચાલતી પકડી હતી. આ સમગ્ર ઘટના અંગેની જાણ દમણના સબઇન્સ્પેક્ટર લોયડ એંથોનીને થતા તેમણે તાત્કાલિક પેટ્રોલિંગ સ્ટાફને જણાવી પોલીસ પેટ્રોલિંગ વાહનમાં બંને મહિલાઓને તેમના ઘર સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો હતો.

જ્યારે બીજી ઘટનામાં જિલ્લાના ભિલાડ ખાતે 20 દિવસથી લોકડાઉનમાં ફસાયેલા ભુજ, યુપી, બિહારના ટ્રક ડ્રાઈવરો અને પ્રવાસીઓ પોલીસ પાસે મદદની આશાએ ગયા તો પોલીસે કંઈપણ સાંભળ્યા વિના તેમના પર લાઠી વરસાવી હતી. ત્યારે સ્થાનીકોએ કહ્યું કે પોલીસ અમને રોટીના આપી શકે તો કઈ નહિ પરંતુ અમને ઘર સુધી જવામાં મદદ કરે તેવી આશાએ અમે તેમને મળવા અને પૂછવા ગયા હતાં. પરંતુ લાઠીનો માર ખાધો હતો. જેથી અમે 20 દિવસથી અહીં જ છીએ પરંતુ પોલીસની મદદ માંગવાની હિંમત થતી નથી. લોકડાઉનમાં આવા અનેક સારા નરસા અનુભવો જનતાને થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details