- સુજલામ સુફલામ જળ અભિયાન 1 એપ્રિલથી 31 મે સુધી ચાલશે
- ઉમરગામમાં રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે અભિયાનનો કરાવ્યો પ્રારંભ
- ઉમરગામના બોરીગામ ખાતેથી તાલુકા કક્ષાના અભિયાનની કરાઈ શરૂઆત
આ પણ વાંચોઃસુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ
બોરીગામ: સમગ્ર રાજ્યમાં 1 એપ્રિલથી 31 મે સુધી યોજાનારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ઉમરગામના બોરીગામ ખાતેથી તાલુકા કક્ષાના અભિયાનનું શુભ મુહૂર્ત કર્યું હતું.
આ પણ વાંચોઃCM રૂપાણીએ ચોથા તબક્કાના રાજ્યવ્યાપી જળ અભિયાનનો પાટણના વડાવલીથી કરાવ્યો શુભારંભ
અભિયાનથી જળ સ્તર વધ્યું હોવાનો દાવો
આ પ્રસંગે આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનની પ્રેરણાથી 2018ના વર્ષમાં શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના 3 તબક્કાઓમાં કરાયેલા અનેકવિધ કામો થકી લાખો ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. વલસાડમાં સુજલામ સુફલામ યોજનાના સફળ પરિણામો મળ્યા છે. પાણીનું પ્રમાણ વધુ મળી રહેતાં આપણે ખેતી ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છે અને ખેતીપાકોનું મબલખ ઉત્પાદન મેળવી શક્યા છીએ.
રાજ્યમાં 18,000 કરતા વધુ કામો હાથ ધરાશે