ગુજરાત

gujarat

ETV Bharat / state

પવિત્ર શ્રાવણમાં મંદિરમાં કેદ મહાદેવ, લોક માંગ- મોલ અને માર્કેટની જેમ મંદિરમાં પણ છૂટછાટ આપો - કોવિડ-19 મહામારી

કોવિડ-19 મહામારીને કારણે દેવોના દેવ મહાદેવની આરાધનાના શ્રાવણ માસમાં મહાદેવ મંદિરોમાં કેદ છે. જ્યાં સવારના 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી હરહર મહાદેવના નાદ સાથે ભોળાના ભક્તો દુધનો જળાભિષેક કરી, બીલીપત્ર ચઢાવી પુણ્યનું ભાથું બાંધતા હતાં. તે શિવાલયો હાલ ભક્તો વિના સુના બન્યા છે, ત્યારે જે રીતે મોલ અને માર્કેટમાં માસ્ક અને સેનેટાઇઝરની સુવિધા સાથે પ્રવેશી શકાય છે, તેવી છૂટ ભક્તોને મંદિરમાં દર્શન માટે મળે તેવી માંગ પૂજારીઓ અને ભક્તોમાં ઉઠી છે.

Temple
મંદિરમાં કેદ મહાદેવઃ

By

Published : Jul 21, 2020, 2:32 PM IST

વાપી: કોરોના મહામારીને કારણે વાપીનું પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર હાલ ભક્તો વિનાનું સુમસામ છે. મંદિરમાં ખુદ સૃષ્ટિના સર્જનહાર દેવોના દેવ મહાદેવ તાળાબંધીમાં છે. દર વર્ષે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો ભોળાનાથના દર્શને આવતા હતાં. આ વખતે કોરોના મહામારીમાં સરકારના નિયમ મુજબ મંદિરમાં દર્શન માટેનો સમય માત્ર સવારના 4થી બપોરના 12નો જ હોય જેથી મંદિરો સુના બન્યા છે.

પવિત્ર શ્રાવણ માસ

આ અંગે સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી મનોજ ભટ્ટે જણાવ્યું હતું કે, આ વર્ષે મંદિરોમાં પૂજા-અર્ચના માટે પાબંધી લગાવવામાં આવી છે. કોરોના મહામારીના સંક્રમણને ધ્યાને રાખી આ હુકમ સરકાર તરફથી કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતે મોલ અને માર્કેટમાં માસ્ક સેનેટાઇઝર ફરજીયાત કરી પ્રવેશ અપાઈ રહ્યો છે. તે રીતે મંદિરોમાં પણ ભક્તજનોને પ્રવેશ મળવો જોઈએ. હાલ કોરોના મહામારીમાં મંદિર 4 માસથી બંધ હતું. હાલમાં શ્રાવણ માસને ધ્યાને રાખી હળવી છૂટ સાથે ભક્તોને દર્શનનો લાભ અપાઈ રહ્યો છે, પરંતુ દુધનો અભિષેક, ઘંટનાદ, મહાઆરતી બીલીપત્ર પૂજન સહિતની ધાર્મિક વિધિ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એટલે એ નિયમોને ધ્યાનમાં રાખીને પૂજા અર્ચના માટે ભક્તજનોને પ્રવેશ અપાઈ રહ્યો છે.

મંદિરમાં કેદ મહાદેવ

કોરોના મહામારી આ દેશમાંથી વહેલી નાબૂદ થાય તેવી પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરતા વધુમાં મનોજ ભટ્ટે આ મહામારીને પ્રભુની જ કોઈ લીલા ગણી સૃષ્ટિના સર્જનહારે જ સૃષ્ટિને સમતોલ કરવા આ લીલા રચી હોવાનું માની મનુષ્ય માટે ભગવાન તારણહાર હોવાનું જણાવ્યું હતું. દરેક વિપદા કે આપત્તિમાં મનને મજબૂતી આપતો આ એક જ સહારો છે. જેની શરણમાં માથું ટેકવી, આરાધના કરી મનુષ્ય દરેક પરિસ્થતીનો મક્કમ મુકાબલો કરે છે, ત્યારે આ કપરા સમયે મંદિરો પર જે પાબંધી લગાવી છે. તેમાં નિયમોની છૂટ મળવી જોઈએ, કેમકે તહેવારો સિવાયના સમયમાં મંદિરોમાં ભક્તોની ભીડ થતી નથી. ભીડ સમયે જ નિયમો ઉપયોગી છે. બાકીના સમયમાં તે નિયમોની કોઈ જરૂરિયાત નથી.

મંદિરમાં કેદ મહાદેવઃ

ABOUT THE AUTHOR

...view details