ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત RR સેલે બિલ વગરની 2.96 લાખની મોબાઈલ એસેસરીઝ ઝડપી - mobile accessories

બગવાડા ટોલનાકાથી સુરત RR સેલની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી 2.96 લાખની મોબાઇલ એસેસરીઝ ઝડપી પાડી છે.

etv bharat
etv bharat

By

Published : Jun 18, 2020, 2:04 PM IST

વાપી: સુરત RR સેલની ટીમે બગવાડા ટોલનાકા પર એક કારને રોકી હતી. તેની તલાશી લેવામાં આવતા કારમાંથી ત્રણ બોક્ષમાં વિવિધ મોબાઈલ ફોનની બેટરીઓ, એડપ્ટર, મોબાઈલ કવર, ઈયરફોન સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

સુરત RR સેલે બિલ વગરની 2.96 લાખની મોબાઈલ એસેસરીઝ ઝડપી

જે અંગે કાર ચાલક વિક્રમ ઠૂંગરાજી પુરોહિત પાસે આધાર પુરાવા માંગ્યા હતા. જે આધાર પુરાવા ન આપતા પોલીસે ચોરીની આશંકાના આધારે કાર ચાલકની ધરપકડ કરી હતી, અને રૂ 2,96,700ના મોબાઈલ એસેસરીઝ અને 5 લાખની કાર મળી કુલ રૂ 8,26,700નો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પારડી પોલીસે કાર ચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાનું પારડી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details