શુક્રવારે સરકારી કૉલેજમાં GS (જનરલ સેક્રેટરી)ની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ, રાજકારણીઓની રાજકીય દખલ, ધાકધમકી અને અપહરણ જેવી ફરિયાદોના કારણે CR અને LRના ફોર્મની તારીખોમાં ફેરફાર કરાયો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિએ નાની દમણ સરકારી કૉલેજના આચાર્યને શૈક્ષણિક વર્ષ 2019-20 વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે લેખિતમાં પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કૉલેજની વિદ્યાર્થી સંઘની ચૂંટણીને મળેલી ફરિયાદ અનુસંધાને યુનિવર્સિટી તરફથી 7મી ઓકટોબરના પત્ર ક્રમાંક યુ. ક. અને શા.શિ./20025/2019-20ના પત્રનો આજદિન સુધી જવાબ મળ્યો નથી.
દમણમાં ABVPને ફટકો, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ન્યૂઝ
દમણઃ જિલ્લાની સરકારી કૉલેજમાં GSની ચૂંટણીના આંતરીક ઘર્ષણના કારણે માહોલ ગરમાયો હતો. જેના કારણે શુક્રવારે યોજાનાર વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી છે. યુનિવર્સિટીનો આ નિર્ણય 19માંથી 9 સભ્યો સાથે બિનહરીફ બન્યો હતો. જેથી ચૂંટણીમાં ઝંપલાવનાર અપક્ષ પેનલે વધાવી લેતાં ABVPને મોટો ફટકો પડયો છે.
![દમણમાં ABVPને ફટકો, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4715924-thumbnail-3x2-daman.jpg)
આ બાબતે 10મી ઓક્ટોબરની યુનિવર્સિટી કક્ષાએ central grievance redressal કમિટીના સભ્યોની મળેલી સભામાં કોઈ સૂચના ન મળે ત્યાં સુધી વિદ્યાર્થી સંઘની ચૂંટણી હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણે ABVPના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. તો બીજી તરફ અપક્ષે પેનલ રચી GSની ચૂંટણીમાં ઝંપલાવનાર શિવમ પટેલ અને તેની ટીમે વધાવી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, GSની ચૂંટણી અંગે ABVP દ્વારા દમણના સાંસદ પરિવાર પર ગંભીર આક્ષેપો કરવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ વિરોધી પેનલના સમર્થકો દ્વારા ABVPના કાર્યકરનું અપહરણ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ સમગ્ર મામલે દમણનું રાજકારણ પણ ગરમાયુ હતું. જેનો હાલ પૂરતો અંત આવ્યો છે.