ગુજરાત

gujarat

ETV Bharat / state

Smart City Project: નગરજનો માટે આકાર લઈ રહ્યા છે 580 કરોડના આ મહત્વના પ્રોજેકટ

કેન્દ્ર શાસિક પ્રદેશમાં આવતો પ્રદેશ પણ ધીમે ધીમે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સામિલ થઈ રહ્યો છે. આ માટે સરકાર તરફથી પણ મોટું બજેટ ફાળવીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને લોકોને સુખાકારી મળી રહે અને સુવિધાઓમાં વધારો થાય એ પ્રાધાન્ય રહ્યું છે.

Smart City Project: નગરજનો માટે આકાર લઈ રહ્યા છે 580 કરોડના આ મહત્વના પ્રોજેકટ
Smart City Project: નગરજનો માટે આકાર લઈ રહ્યા છે 580 કરોડના આ મહત્વના પ્રોજેકટ

By

Published : Apr 2, 2023, 1:34 PM IST

Updated : Apr 2, 2023, 2:12 PM IST

Smart City Project: નગરજનો માટે આકાર લઈ રહ્યા છે 580 કરોડના આ મહત્વના પ્રોજેકટ

સિલવાસાઃકેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસને સ્માર્ટ સિટી બનાવવા રોડ, ગટર, પાણીની પાઇપલાઇન, શહેરીજનો માટે મનોરંજન પાર્ક, વેપાર ધંધા માટે આધુનિક કોમ્પ્લેક્ષ, અદ્યતન સરકારી ઇમારતો સહિતના ડઝનેક પ્રોજેકટ અંતિમ તબક્કામાં છે. ટ્રાઇબલ સેલવાસને સિલવાસા સ્માર્ટ સિટીનો દરજ્જો અપાવતા 580 કરોડના આ પ્રોજેકટ આગામી ડિસેમ્બરથી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ Anand Latest News: રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

સ્માર્ટ સિટીઃ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસને સ્માર્ટ સીટીની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે. સિલવાસા સ્માર્ટ સીટી માટે હાલમાં 1000 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત 580 કરોડના પ્રોજેકટ આગામી ડિસેમ્બરથી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થશે. સેલવાસને સિલવાસા સ્માર્ટ સીટી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડ અને UT(યુનિયન ટેરિટરી) સરકારના 500 કરોડ મળી કુલ 1000 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. જે ફંડમાંથી હાલ 580 કરોડના મહત્વના પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા હોવાનું અને તે તમામ પ્રોજેકટ આગામી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવી વિગતો સિલવાસા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ ના CEO ચાર્મી પારેખે આપી છે.

આ પ્રોજેક્ટ મહત્ત્વનાઃસિલવાસા સ્માર્ટ સીટી પ્રોજેક્ટના CEO ચાર્મી પારેખના જણાવ્યા મુજબ હાલ સ્માર્ટ રોડ, ગટર, 24 કલાક પાણીની સુવિધા માટે મીટર સાથેની પાઇપલાઇનના પ્રોજેકટ, અત્યાધુનિક શોપિંગ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નાગરિકો માટે સેન્ટ્રલ પાર્ક, ટ્રાન્સપોર્ટ નગર સહિતના મહત્વના પ્રોજેક્ટ તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. જેમાં કેટલાક ડિસેમ્બર અંત સુધીમાં જ્યારે બાકીના માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ઉભી કરવામાં આવશે. જેમાં સર્વેલન્સ કેમેરા, વોરરૂમ, વેરીએબલ મેસેજિંગ ડિસ્પ્લે, ઓટોમેટિક નંબર રીડર કેમેરા જેવી સુવિધાઓ હેઠળ શહેરની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime: આખરે 13 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,

પ્રોજેકટ પૂર્ણતા તરફઃનગરપાલિકાના તમામ વોર્ડમાં 24 કલાક પાણીની સુવિધા મળશે. શહેરના માધ્યમ 25 એકર જમીન પર સ્વતંત્રતા સ્મારક, કિડ્સ ઝોન, સાયન્સ ઝોન, એડવેન્ચર ઝોન ઉભા કરવામાં આવશે. એક સામાન્ય શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે જે પણ અદ્યતન ટેલનોલોજીનો ઉપયોગ જરૂરી હશે. તે તમામ સુવિધા ઉભી કરી નાગરિકોને પુરી પાડવામાં આવશે. સ્માર્ટ સીટી સ્માર્ટ ત્યારે જ કહેવાય જ્યારે ત્યાં વસવાટ કરતા તમામ નાગરિકો તે શહેરને પોતાનું શહેર ગણે તેવી સુવિધાઓ હોય, વેપાર ધંધા માટે મુક્ત નીતિ હોય, વેપારીઓ પોતે ત્યાં નવા પ્રોજેકટ માટે આગળ આવે.

12 જેટલા પ્રોજેક્ટ ચાલુંઃ ચારે તરફ હરિયાળી હોય, પર્યાવરણ ને ફાયદો કરતી સુવિધાઓ હોય, આ ઉદેશ્ય સાથે દાદરા નગર હવેલી પ્રશાસન સેલવાસ સ્માર્ટ સીટી પ્રોજેકટને આગળ વધારી રહ્યું છે. હાલ ચાલી રહેલ ડઝનેક મહત્વના પ્રોજેકટ આગામી ડિસેમ્બર સુધીમાં 60 થી 70 ટકા પૂર્ણ થશે. માર્ચ 2024ની સમય મર્યાદામાં તે 100 ટકા પૂર્ણ થશે. જે બાદ જ ટ્રાઇબલ સિટીની ઓળખ ધરાવતા નગરજનોને અને પ્રવાસીઓને સિલવાસા સ્માર્ટ સિટીનો સાચો એહસાસ થશે.

Last Updated : Apr 2, 2023, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details