ગુજરાત

gujarat

ETV Bharat / state

આશરો આપનારા રાણાના ઉપકારને યાદ કરવા ઉજવાતા સંજાણ ડેને લાગ્યું કોરોનાનું ગ્રહણ

દર વર્ષે નવેમ્બર માસમાં પારસીઓ દ્વારા ઉજવાતા સંજાણ ડેને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું હતું. 15 નવેમ્બરે ઉજવાયેલા સંજાણ ડે નિમિત્તે આ વખતે જશ્ન સેરેમની કોરોનાને કારણે મોકૂફ રખાઇ હતી. માત્ર પૂજા અર્ચના કરી આશરો આપનારા જાદીરાણાનો ઉપકાર માનવામાં આવ્યો હતો.

સંજાણ ડે
આશરો આપનાર રાણાના ઉપકારને યાદ કરવા ઉજવાતા સંજાણ ડે ને લાગ્યું કોરોનાનું ગ્રહણ

By

Published : Nov 15, 2020, 7:39 PM IST

  • માત્ર પૂજા અર્ચના કરી ઉજવ્યો સંજાણ ડે
  • પારસીઓ માટે મહત્વનો છે સંજાણ ડે
  • 1304 વર્ષ પહેલા જાદીરાણાએ આપ્યો હતો આશરો
  • આશરો આપનારા રાણાના ઉપકારને યાદ કરવા ઉજવાય છે સંજાણ ડે

સંજાણ: તેરસો વર્ષ પહેલા ઇરાનથી ભારતના સંજાણ બંદરે આવીને વસેલા પારસી સમાજે 15મી નવેમ્બરે સંજાણ ડેની ઉજવણી કરી હતી. પારસી સમાજ માટે મહત્વનો કહેવાતો આ દિવસ એટલે એકબીજાને હળી-મળીને કીર્તિસ્તંભની મુલાકાત લઇ તેના દર્શન કરી આ વિસ્તારના રાજા જાદી રાણાના ઉપકારને યાદ કરવાનો દિવસ. જો કે આ વખતે કોરોના મહામારીને કારણે સાદાઈથી જ સંજાણ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

આશરો આપનાર રાણાના ઉપકારને યાદ કરવા ઉજવાતા સંજાણ ડે ને લાગ્યું કોરોનાનું ગ્રહણ

પારસીઓ માટે મહત્વનો દિવસ


દર વર્ષે નવેમ્બર માસમાં આવતા સંજાણ ડે ના દિવસ માટે બહાર ગામથી આવનારા પારસીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોને સંજાણ સ્ટેશને ખાસ સ્ટોપેજ આપવામાં આવે છે. પારસીઓના આ વિશેષ તહેવાર 'સંજાણ ડે'નો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે.

પારસીઓ સંજાણ દિવસની ઉજવણીને 'જશ્ન સેરેમની' તરીકે ઓળખે છે

વિદેશી આક્રમણકારોથી પોતાના ધર્મને બચાવવા માટે વડવા પારસીઓનું એક જૂથ ઈરાનથી પોતાનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ લઈને સંજાણ બંદરે આવ્યો હતો. તેઓના સંજાણ આગમનના દિવસને 'સંજાણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પારસીઓ સંજાણ દિવસની આ પરંપરાગત ધાર્મિક ઉજવણીને 'જશ્ન સેરેમની' તરીકે ઓળખે છે. દર વર્ષે નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આવતો સંજાણ ડે આ વર્ષે 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે.

સંજાણ ડેને લાગ્યું કોરોનાનું ગ્રહણ
ગ્રેનાઈટમાંથી બનાવવામાં આવ્યો છે સ્મૃતિ સ્તંભસંજાણમાં પારસીઓના આગમનની સ્મૃતિમાં આજથી 100 વર્ષ પહેલા સંજાણ સ્તંભ બનાવવામાં આવ્યો હતો. લીલીછમ હરિયાળી ધરાવતા મનોરમ્ય વાતાવરણની વચ્ચે બનેલો આ સ્તંભ પારસીઓની હાજરીનો અહેસાસ કરાવે છે. આ સ્તંભની ટોચ પર પારસીઓનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ કંડારવામાં આવ્યો છે. 50 ફૂટ ઊંચાઈ ધરાવતો સંજાણનો આ સ્મૃતિ સ્તંભ ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ ઉપર 23 જેટલા ગુલાબના ફૂલોનું આકર્ષક નકશીકામ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે તકતી મુકવામાં આવેલી છે. આ તકતીમાં પારસી ધર્મની રક્ષા માટે પારસીઓને આશ્રય આપનારા જાદીરાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોરોના મહામારીમાં જશ્ન સેરેમની મોકૂફ રખાઇસંજાણ ડેના રોજ સંજાણ ખાતે વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા પારસીઓની ચહલ-પહલ જોવા મળે છે. વિવિધ સ્થળેથી આવેલા પારસીઓ એકબીજાને ગળે મળીને પરસ્પરને સંજાણ દિવસની શુભકામનાઓ પાઠવે છે. સંજાણ સ્મૃતિ સ્તંભને ફૂલોના હાર વડે શણગારીને પારસીઓ દ્વારા એની પરિક્રમા કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા સંજાણ ડે જશ્ન સેરેમની કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. આસપાસના અગ્રણી પારસીઓ દ્વારા માત્ર પૂજા-અર્ચના કરી આશરો આપનાર રાણાને યાદ કરી તેમનો ઉપકાર માનવામાં આવ્યો હતો.ઇરાનના સંજાણ નગરની યાદ તાજી રાખવા સંજાણ નામ રાખ્યુંઈરાનના મર્વ વિસ્તાર નજીક સંજાણ નગર આવેલું હતું. જ્યાં પારસીઓ રહેતા હતા. ધર્મની રક્ષા માટે ઈરાનનું સંજાણ નગર છોડીને ગુજરાતમાં આશરો માંગનારા પારસીઓએ પોતાના મુળ વતન સંજાણની યાદ તાજી રાખવા ગુજરાતમાં આ સ્થળે પોતાનો આશ્રય મેળવ્યો હતો. તે સ્થળને સંજાણ નામ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની ધરતી પર પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details