સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ દાદરા નગર હવેલી, દમણ-દિવના ભાજપના કાર્યકરો, આગેવાનોને CAA નાગરિકતા સંશોધન કાનૂન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. સંદીપ પાત્રાએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ગાંધીજીએ પણ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ-શીખ અંગે ભારતમાં સમાન નાગરિક્તા મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જે ઇચ્છા આજે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી પુરી કરી રહ્યા છે. આ પહેલા પણ નાગરિક્તા સંશોધન કાયદા અંગે બી. આર આંબેડકર, જવાહરલાલ નહેરૂ, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, તરૂણ ગોગોઇ, પ્રકાશ કરાત સહિતના નેતાઓએ માગ કરી હતી.
ગાંધીજીનું સપનું આજે નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છેઃ સંબિત પાત્રા - સંબીત પાત્રા
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દિવના ભાજપના કાર્યકરો CAA અંગે લોકોને જાગૃત કરી શકે તે માટે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ શુક્રવારે સેલવાસની મુલાકાત કરી હતી. તેમણે ભાજપના કાર્યકરોને CAA સંબંધિત માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે કોંગ્રેસના નહેરૂથી લઇને મનમોહન સિંહ સહિતના નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત JNUમાં યુવાનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કહ્યું કે, વિરોધ કરવો એ નાગરિકનો હક્ક છે, પરંતુ હુલડો કે હંગામો મચાવવો યોગ્ય નથી.
સંબિત પાત્રાએ સેલવાસની કરી મુલાકાત
આ કાર્યક્રમમાં CAA કાયદા વિશે માર્ગદર્શન ઉપરાંત તેમણે JNUના મુદ્દાને પણ છંછેડ્યો હતો અને કહ્યું હતું કે, વિરોધ કરવો યુવાનોનો હક્ક છે, પરંતુ તોડફોડ કરવી કે અફવા ફેલાવવી તે યોગ્ય નથી. આ ઉપરાંત કાશ્મીર ધારા, ત્રિપલ તલાક સહિતના ઐતિહાસિક નિર્ણયો અંગે પણ નરેન્દ્ર મોદી, અમિત શાહના વખાણ કર્યા હતાં. સંદીપ પાત્રાને સાંભળવવા દમણ-દિવ અને દાદરા નગર હવેલીના પ્રભારી, દમણના સાંસદ, જિલ્લા પ્રમુખો, પાલિકા પ્રમુખો સહિત બુથ અને મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.