વાપીમાં યોજાયો સાંઇરામ દવેનો "હાસ્ય દરબાર" વાપી :શ્રી કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ મિત્ર મંડળ પ્રેરિત અને ભાનુ ચેમ્પસ્ ટીમ દ્વારા વાપીમાં ઉતરાયણ 2024 ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સર્વ સમુદાય માટે આરોગ્ય, બાળકન્યા, શિક્ષણ અને મહિલા આત્મનિર્ભરતા જેવા કાર્યો માટે હાસ્ય દરબાર, દાંડિયા રાસ, ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વાપી GIDCમાં આવેલ VIA ગ્રાઉન્ડમાં સાંઇરામ દવેનો હાસ્ય દરબાર યોજાયો હતો. હાસ્ય રસને માણવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંઇરામ દવેનો "હાસ્ય દરબાર" :વાપીમાં સાંઇરામ દવેનો હાસ્ય દરબાર યોજાતા શહેરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ગ્રાઉન્ડમાં આયોજિત હાસ્ય દરબારનો ઉદેશ્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો હતો, આ વાત જાણીને સાંઈરામ દવેએ આ કાર્યમાં સહભાગી થવા તમામને અપીલ કરી હતી. પોતાની રસાળ હાસ્ય શૈલીથી સાંઈરામ દવેએ ઉપસ્થિત શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા.
ડાયરો એટલે મર્યાદા સાથેનું સાહિત્ય, મર્યાદા સાથેનું હાસ્ય અને મર્યાદા સાથેની વાતો,જેમાં પિતા-પુત્રી સાથે બેસીને સાંભળી શકે છે. લોકસાહિત્ય અને સંગીતને કોઈ સીમાડા હોતા નથી. ડાયરામાં ભાષાવાદ, પ્રાંતવાદ હોતો નથી. --સાંઇરામ દવે (હાસ્ય કલાકાર)
હાસ્યરસથી આપી ઊંડી શીખ :ઉપરાંત સાંઈરામ દવેએ હાસ્ય દરબારમાં ભારતીય સંસ્કૃતિ, આજના મોબાઈલ યુગમાં સેલ્ફીની ઘેલછા, લગ્નેત્તર સંબંધો, જ્ઞાતિ બહારના યુવક-યુવતીઓ સાથે થતા પ્રેમસંબંધો, પ્રેમલગ્ન, સમાજમાં અને દેશમાં પ્રવર્તી રહેલો પશ્ચિમી વાયરો, સામાજિક અને રાજકીય લેવલે રમાતી ગંદી રાજકીય રમત જેવા વિવિધ વિષયોની હસતા હસાવતા ઊંડી સમજણ અને શીખ આપી હતી.
ડાયરો એટલે શું ?હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, ડાયરો એટલે મર્યાદા સાથેનું સાહિત્ય, મર્યાદા સાથેનું હાસ્ય અને મર્યાદા સાથેની વાતો, જેમાં આ બધાનો સમન્વય હોય તેનું નામ ડાયરો. જેમાં પિતા-પુત્રી સાથે બેસીને સાંભળી શકે છે. લોકસાહિત્ય અને સંગીતને કોઈ સીમાડા હોતા નથી. ડાયરામાં ભાષાવાદ, પ્રાંતવાદ હોતો નથી. મર્યાદામાં રહીને હાસ્યરસ અને લોકસાહિત્ય પીરસવામાં આવે છે.
- Vapi News: સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં વાપી નગર પાલિકા પ્રથમ ક્રમે, સતત 7મા વર્ષે પ્રથમ
- વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ અને ખાતમુર્હૂત