- દમણ પ્રશાસને કોરોનામાં આપી રાહત
- વિક એન્ડ કરફ્યુ હટાવ્યો
- બજારમાં ફરી રોનક આવી, ચહલપહલ વધી
દમણ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ દ્વારા બહાર પાડેલા નવા નોટિફિકેશન મુજબ હવે, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જ કફર્યું રહેશે, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને મેડિકલ સેવા તથા ઔદ્યોગિક કામદારોને તેમની શિફટ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નોટિફિકેશન બાદ બજારમાં ફરી રોનક આવી છે.
કરફ્યુ હટાવાયો
કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાતા હવેથી શનિ અને રવિવારના વીક એન્ડ તથા પબ્લિક હોલીડે દરમિયાન દમણ અને દાદરા નગર હવેલીમાં પૂર્ણ કરફ્યુ હટાવાયો છે. સામાજિક , સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને લગ્ન સમારંભ સહિતના મેળાવડાઓ તથા સ્મશાન યાત્રા, મૃત્યુ પછીની અંતિમ વિધિ દરમિયાન વધુમાં વધુ 50 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે. સંઘપ્રદેશ પ્રશાસને વીક એન્ડ દરમિયાન આપેલી રાહતથી દાદરા નગર હવેલી અને દમણમાં વેપાર-ધંધાને નવુજીવન મળ્યું છે.