ગુજરાત

gujarat

ETV Bharat / state

Daman Hotel Association Hope: પ્રશાસન પાસે વ્યવસાયમાં રાહતની આશા - Daman Tourism

કોરોનાકાળમાં હોટેલ-રિસોર્ટના સંચાલકોને મોટો માર પડ્યા છે. જેને ફરી બેઠા કરવા ગુજરાત સરકારે 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બીલમાં રાહત આપવાની જાહેરાત કરતા રાજ્યના હોટેલ એસોસિએશન દ્વારા તેને વધાવી લેવામાં આવી છે. જો કે ગુજરાતના પાડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અને દીવમાં પણ (Daman Hotel Association) સ્થાનિક હોટેલ એસોસિએશને આવી રજૂઆત સંઘપ્રશાસન સમક્ષ કરી છે અને તેમને પણ પ્રશાસન રાહત આપે તેવી આશા (Hope) સેવી છે.

Daman Hotel Association Hope: પ્રશાસન પાસે વ્યવસાયમાં રાહતની આશા
Daman Hotel Association Hope: પ્રશાસન પાસે વ્યવસાયમાં રાહતની આશા

By

Published : Jun 11, 2021, 6:14 PM IST

  • Daman Hotel Association ની રજૂઆત
  • કોરોનાકાળમાં ગુજરાત સરકારે આપી તેવી રાહત દમણ પ્રશાસન આપે
  • સંઘપ્રદેશમાં હોટેલ વ્યવસાય પડી ભાંગ્યો


    દમણ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ગુજરાતીઓ માટે મહત્વનું પ્રવાસન સ્થળ છે. એ ઉપરાંત દેશભરમાંથી પણ અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસને આવે છે. સંઘપ્રદેશનો હોટેલ ઉદ્યોગ એટલે જ મહત્વનો ઉદ્યોગ છે. જેના થકી સ્થાનિક લોકોને રોજગારી મળે છે. જો કે હાલમાં કોરોનાના કારણે આ વ્યવસાયની માઠી દશા બેઠી છે. ત્યારે, ગુજરાત સરકારે કોરોના કાળમાં હોટેલ-રિસોર્ટના સંચાલકોને ફરી બેઠા કરવા 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બીલમાં રાહત આપતી જાહેરાત કરી છે. જેને ધ્યાને રાખી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અને દીવમાં પણ સ્થાનિક હોટેલ એસોસિએશને (Daman Hotel Association) આવી રજૂઆત સંઘપ્રશાસન સમક્ષ કરી છે.
    કોરોનાકાળમાં આ ઉદ્યોગ પર અનેક પાબંધી લગાવી દેવામાં આવી જેને કારણે હોટેલ સંચાલકોને મોટો માર પડ્યો છે


    આ પણ વાંચોઃ પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળતા આર્થિક ભારણ ઓછું થશે : દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.


    સંઘપ્રદેશ દમણ તેના દરિયા કિનારાના સુંદર બીચ અને સી-ફૂડ વાનગીઓને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. અહીં અંદાજીત 100થી વધુ હોટેલ, રિસોર્ટ, બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલા છે. કોરોના કાળ પહેલા આ નાનકડા પ્રદેશમાં શનિ-રવિની રજા માણવા હજારો પ્રવાસીઓ આવતા હતાં. જેઓ સ્થાનિક હોટેલ-રિસોર્ટમાં રોકાણ કરી સી-ફૂડ-લિકરની મોજ માણી પરત જતા હતાં. જો કે કોરોનાકાળમાં આ ઉદ્યોગ પર અનેક પાબંધી લગાવી દેવામાં આવી જેને કારણે હોટેલ સંચાલકોને મોટો માર પડ્યો છે. આવો જ સામનો કરી રહેલા ગુજરાતના હોટેલ-રિસોર્ટસ વ્યવસાયને બેઠો કરવા ગુજરાત સરકારે વર્ષ 2021-2022ના નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અને વિજબીલના વપરાશ મુજબ બિલ વસુલવાની મહત્વની જાહેરાત કરતા ગુજરાતના હોટેલ એસોસિએશન ( Hotel Association) દ્વારા તેને વધાવી લેવામાં આવી છે.

    હોટેલ વ્યવસાયને રાહત આપે તેવી રજૂઆત

    ત્યારે, આ જાહેરાત બાદ સંઘપ્રદેશ દમણ હોટેલ એસોસિએશન (Daman Hotel Association) દ્વારા પણ દમણ કલેકટર સહિત પ્રશાસનને રજુઆત કરવામાં આવી છે. આ અંગે દમણ હોટેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ્સ હરેશ ટંગાલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અને આશા છે કે તેઓને પણ દમણ પ્રશાસન દ્વારા રાહત આપતી જાહેરાત કરશે.

    કોરોનાકાળમાં મોટું નુકસાન સહન કર્યું

    હરેશ ટંગાલે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં દમણના હોટેલ (Hotel)ઉદ્યોગની દશા ખૂબ ખરાબ થઈ છે. એક તરફ પ્રદેશની સરહદ સિલ હતી. કોરોના બેકાબૂ હતો. પ્રવાસીઓ આવતા નહોતા જ્યારે તેની સામે હોટેલ-રિસોર્ટમાં કર્મચારીઓના પગારભથ્થાં, અન્ય ખર્ચ એટલા જ રહ્યાં હતાં. જેને પહોંચી વળવું અઘરું હતું. પ્રશાસને થોડીઘણી સમયની છૂટછાટ આપી, RTPCR રિપોર્ટ લઈને આવતા પ્રવાસીઓને રોકાણ માટે મંજૂરી આપી એટલે થોડી રાહત રહી છે. હાલમાં પણ દરેક કર્મચારીઓનું વેકસીનેશન થઈ શકે તે માટે ખાસ કેમ્પના આયોજન કર્યા છે. પરંતુ તેમ છતાં મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ ટ્રાવેલ્સ અને ટૂરિઝમ સાથે જોડાયેલી કંપનીઓને 2 વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફ કરવા GCCIની માંગ


દમણ હોટેલ એસોસિએશનને (Daman Hotel Association) આશા છે કે ગુજરાત સરકાર જેવી મહત્વની જાહેરાત દાદરા નગર હવેલી અને દમણ અને દીવ માટે પણ કરવામાં આવે. કોરોનાકાળમાં અનેક હોટેલોમાં ખર્ચ પર કાપ મુક્યા બાદ પણ બંધ થવાને આરે છે. હોટેલ સંચાલકો ખર્ચને પહોંચી વળવા લોન અને અન્ય સગવડો મેળવી આ કપરા દિવસો કાઢી રહ્યા છે. ત્યારે જો પ્રશાસન તરફથી આ વ્યવસાયને રાહત મળે તો જ આવનારું વર્ષ સારું જશે તેવી આશા સેવી છે.

ABOUT THE AUTHOR

...view details