વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરોને વતન જવા માટે 19 બસ મૂકાઇ - વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરો
વલસાડ જિલ્લાના વાપી સહિતના તાલુકામાં અને સંઘપ્રદેશ દમણના વિસ્તારોમાંથી વાપીના હાઇવે પર આવી વાહનોની રાહમાં ત્રણ દિવસથી ધામા નાખીને બેસેલા રાજસ્થાન અને ગોધરા વિસ્તારના મજૂરો માટે આખરે તંત્રએ 19 બસની વ્યવસ્થા ઊભી કરી છે. અંદાજીત 1,500 જેટલા આ મજૂર પરિવારોને પોતાના વતન જવા રવાના કર્યા હતાં.
![વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરોને વતન જવા માટે 19 બસ મૂકાઇ વલસાડના વાપી સહિતના વિસ્તારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6559318-thumbnail-3x2-oo.jpg)
વાપીઃ દેશમાં કોરોના મહામારી સામે લડવાના ઉપાય તરીકે દેશમાં જાહેર કરેલા લોકડાઉનના કારણે વાપી સહિતના વિસ્તારોમાં પેટિયું રળવા આવેલા રાજસ્થાન-ગોધરા વિસ્તારના મજૂરની હાલત કફોડી બની હતી. કામધંધો બંધ થતાં ખાવાના ફાંફાથી બચવા આ તમામ વિસ્તારના લોકોએ વતન જવાનું વધુ પસંદ કરી હાઇવે પર ધામા નાખ્યા હતાં. જેઓને કોઈ વાહન વ્યવસ્થા નહિ મળતા કેટલાકે પગપાળા તો કેટલાકે સાયકલ પર જ વતનની વાટ પકડી હતી, જ્યારે અન્ય નાના બાળકો વાળા પરિવારો ત્રણ દિવસથી વાપીના બલિઠા સહિત પારડી અને વલસાડ હાઇવે રહેઠાણ બનાવી બેઠા હતા.