ગુજરાત

gujarat

ETV Bharat / state

માલવણ બીચને દરિયાઈ ધોવાણથી બચાવવા 2.98 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનશે - gujarat

ઉમરગામ તાલુકાના માલવણ બીચ સહિત આસપાસનો વિસ્તાર ચોમાસા દરમિયાન આવતી મોટી દરિયાઈ ભરતીમાં ધોવાણથી બચે તે માટે રવિવારે 540 મીટરની 2.98 કરોડના ખર્ચે બનનારા પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માલવણ બીચને દરિયાઈ ધોવાણથી બચાવવા 2.98 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનશે
માલવણ બીચને દરિયાઈ ધોવાણથી બચાવવા 2.98 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનશે

By

Published : Mar 22, 2021, 6:58 AM IST

  • માલવણ બીચ સહિત ત્રણ સ્થળો પર બનશે પ્રોટેક્શન વૉલ
  • ઉમરગામ-નારગોલની જેટીની માગ પુરી થતી નથી
  • પાટકરે પ્રોટેક્શન વૉલનું ખાતમુહૂર્ત કર્યું

વલસાડ: ઉમરગામ તાલુકો અરબ સાગરને અડીને આવેલો છે. આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આવતી મોટી ભરતીમાં વ્યાપક ધોવાણ સાથે નુકસાન થતું આવ્યું છે. જેને અટકાવવા તબક્કાવાર પ્રોટેક્શન વૉલ નિર્માણની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત રવિવારે માલવણ બીચ ખાતે 540 મીટરની પ્રોટેક્શન વૉલ બનાવવાનું ધારાસભ્ય રમણ પટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માલવણ બીચ ખાતે રાજ્યપ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

અરબી સમુદ્રની ભરતીને કારણે ચોમાસા દરમિયાન નારગોલ સહિતના કાંઠા વિસ્તારમાં વ્યાપક ધોવાણ થાય છે. દરિયાનું પાણી કાંઠાના ગામોમાં પ્રવેશી જાય છે. રસ્તાઓ, ખેતીને મોટું નુકસાન પહોંચાડે છે. જેને ધ્યાને રાખીને દમણગંગા નહેર વિભાગ, વલસાડ દ્વારા પ્રોટેક્શન વૉલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત રવિવારે માલવણ બીચ ખાતે રાજ્યપ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:બનાસકાંઠાની સરવા પ્રાથમિક શાળામાં પ્રોટેક્શન વોલ બનાવવા માટે ગ્રામજનોએ સ્કૂલમાં તાળાબંધી કરી

2.98 કરોડના ખર્ચે 540 મીટર પ્રોટેક્શન વૉલ બનશે

દરિયાઈ પ્રોટેક્શન વૉલ અંગે દમણગંગા નહેર વિભાગના કાર્યપાલક ઈજનેર એસ. ડી. પટેલે જણાવ્યું હતું કે, નારગોલ વિસ્તારમાં અલગ-અલગ ત્રણ સ્થળો પર કુલ 540 મીટર લંબાઈની પ્રોટેક્શન વૉલ બનાવવામાં આવશે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અને તોફાન દરમિયાન દરિયાના પાણીથી વ્યાપક નુકસાન થતું હોય છે. જે માટે અત્યાર સુધીમાં 2 કિલોમીટર જેટલી પ્રોટેક્શન વૉલ નિર્માણ કરવામાં આવી છે. સ્થાનિક માછીમારોને બોટની સુરક્ષા માટે જેટી પણ બનાવવામાં આવી છે.

માલવણ બીચને દરિયાઈ ધોવાણથી બચાવવા 2.98 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનશે

પાકિસ્તાની મરીન ભારતીય માછીમારોને પકડી જાય તો તેના પરિવારને દૈનિક 300 રૂપિયા મળે છે

પ્રોટેક્શન વૉલના ખાતમુહૂર્ત પ્રસંગે રમણલાલ પાટકરે હાલમાં સરકાર દ્વારા માછીમારો માટે અનેક સુવિધા આપતા બંદરો નિર્માણ કરવાની જાહેરાત બજેટમાં કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ ભારતીય માછીમારોને જ્યારે પાકિસ્તાન મરીન પકડીને લઈ જાય છે ત્યારે તેમના પરિવારને સરકાર દ્વારા દૈનિક 300 રૂપિયા લેખે સહાય અપાતી હોવાનું જણાવ્યું હતું. માછીમારો થકી સરકારને ખૂબ મોટું હૂંડિયામણ પણ મળે છે. હાલના બજેટમાં ભાવનગર અને ઉમરગામમાં બંદર માટે 4,800 કરોડ ફાળવ્યા હોવાની વાત કરીને પાટકરે સરકારની વાહવાહી કરી હતી, પંરતુ વર્ષોથી સ્થાનિક માછીમારો નવી જેટીની માંગ કરી રહ્યા છે જે માગ પુરી કરી નથી.

આ પણ વાંચો:નર્મદા નદીમાં વારંવાર પુરની નિર્માણ થતી પરિસ્થિતિનાં કારણે બોરભાઠા બેટ ગામે નદી કીનારે આવેલ સ્મશાનનું ધોવાણ

20 કિલોથી 1,500 કિલો વજનના પથ્થરોનો ઉપયોગ થશે

ઉલ્લેખનીય છે કે, નારગોલ વિસ્તારમાં 210 મીટર, 180 મીટર અને 150 મીટર મળીને કુલ 540 મીટરની પ્રોટેક્શન વૉલ તૈયાર કરાશે. જે માટે 2.98 કરોડનો ખર્ચ થશે. પ્રોટેક્શન વૉલની ડિઝાઈનમાં અને કામગીરીમાં સૌ પ્રથમ 15 સેન્ટિમીટર જાડાઈમાં જીઓ ફેબ્રિક બેગમાં ગ્રીટ ભરી પાથરવામાં આવશે. કોરમાં 20થી 50 કિલો વજનના પથ્થર, બીજા લેયરમાં 50થી 150 કિલો વજનના તે બાદ 1,000થી 1,500 કિલો વજનના અને ટોમાં 500થી 1,000 કિલો વજનના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details