દમણ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીમાં ખાસ મુલાકાત યોજી રૂપિયા 4900 કરોડના જુદા જુદા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવી દીધો છે. જેમાં રોડ રસ્તાથી લઈને મેડિકલ કોલેજ તૈયાર કરવા સુધીના વિકાસલક્ષી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રોડ શો વખતે નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને સાઈડ ગોઠવાઈ ગયા હતા. વડાપ્રધાન મોદીએ પણ પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર રોડ શો સંપન્ન થયો હતો.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર દોસ્તી કરીને ગિફ્ટની ઓફર કરતા, નાઈજિરિયન શખ્સોના ફ્રોડ રેકેટનો પર્દાફાશ
દેવકા સી ફ્રન્ટ: મોદી દમણના નવા બનેલા દેવકા સી-ફ્રન્ટ રોડની મુલાકાત લીધી હતી. જેમાં રોશનીથી શણગારેલી કારમાં સવાર PM મોદી રોડ શો કર્યો હતો. આ રોડ શૉ માં વડાપ્રધાન સાથે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ પણ જોડાયા હતા. મોદીના આગમનને પગલે તમામ માર્ગ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રોડ શો દરમિયાન સમગ્ર માહોલ મોદી... મોદી...ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.