દમણમાં જેટી ગાર્ડનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરાશે - રાષ્ટ્રપતિ કરશે ઉદ્દઘાટન
સંઘપ્રદેશ દમણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નાની દમણમાં બનેલ જેટી ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવશે. સંઘપ્રદેશ નાની દમણ જેટી નજીક ગાર્ડન ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું. જેની કાયાપલટ થઈ ગઈ છે. બાળકો માટે રમત ગમતના સાધનો સહિત સી વ્યુ ગેલેરીથી સજ્જ આ ગાર્ડન પ્રવાસીઓમાં આકર્ષણ જગાવશે તે પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
![દમણમાં જેટી ગાર્ડનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરાશે દમણમાં બનેલ નવા જેટી ગાર્ડનનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્દઘાટન કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6085020-504-6085020-1581770231389.jpg)
દમણમાં બનેલ નવા જેટી ગાર્ડનનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્દઘાટન કરાશે
દમણ: સંઘપ્રદેશમાં અનેક સુવિધાઓથી સજ્જ ગાર્ડનમાં બાળકોને રમવા માટે પ્લે એરિયા રાખવામાં આવ્યો છે. જેમાં હીચકા, સ્લાઇડ શૉ અને અન્ય રમતની સુવિધાની સાથે ગાર્ડનને સજ્જ કરવામાં આવ્યા છે. ગાર્ડનમાં વડીલ અને નાગરિકો માટે બેસવાની ખાસ સુવિધા રાખવામાં આવી છે. આ ગાર્ડનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. ગાર્ડનમાં પ્રવાસીઓને આકર્ષવા એક માળની સી વ્યુ ગેલેરી બનાવવામાં આવી છે.
દમણમાં બનેલ નવા જેટી ગાર્ડનનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્દઘાટન કરાશે