રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં જનસભાને સંબોધન કરી કરોડોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું - ઈટીવી ભારત ગુજરાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી છે. સોમવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાષ્ટ્રપતિએ દમણના અને સેલવાસના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ પ્રસંગે નવા એક સંઘપ્રદેશ બનેલા દાદર નગર હવેલી દમણ અને દિવની જનતાને અભિનંદન પાઠવ્યાં હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
દમણ: દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી છે. સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હેલિકોપ્ટર મારફતે દમણ કોસ્ટ ગાર્ડ ખાતે ઉતરાણ કરી, 11વાગ્યે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજીત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. રાષ્ટ્રપતિએ દમણના અને સેલવાસના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ પ્રસંગે નવા એક સંઘપ્રદેશ બનેલા દાદર નગર હવેલી દમણ અને દિવની જનતાને અભિનંદન પાઠવ્યાં હતાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં જનસભાને સંબોધન કરી કરોડોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું