વાપીઃ શહેરના ગોદાલ નગર, ચલા વિસ્તારમાં અને બલિઠા ગામ સહિતના વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે લોકોને અપીલ કરતો વીડિયો શેર કર્યો છે. વિઠ્ઠલભાઈ એ અપીલ કરી છે કે, લોકો કોરોના મહામારી સામે સાવચેત રહે, સલામત રહે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, અને આગામી ચાર દિવસ સુધી ઘરમાં જ રહે.
વાપી નગરપાલિકા પ્રમુખે લોકોને સંયમ જાળવવા અને સાવચેત રહેવા અપીલ કરી - corona cases in vapi today
વાપીમાં ચાર દિવસમાં 8 કેસ નોંધાતા વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સંયમ રાખવા, વેપારીઓને વેપારધંધા સ્વયંભૂં બંધ રાખવા અપીલ કરી છે.
![વાપી નગરપાલિકા પ્રમુખે લોકોને સંયમ જાળવવા અને સાવચેત રહેવા અપીલ કરી વાપી નગરપાલિકાના પ્રમુખે લોકડાઉનમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7272401-thumbnail-3x2-prm.jpg)
વાપી નગરપાલિકાના પ્રમુખે લોકડાઉનમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી
વાપી નગરપાલિકાના પ્રમુખે લોકડાઉનમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી
લોકડાઉન 4 માં વેપારીઓને વેપાર ધંધાના સ્થળો ખોલવા પર રાહત આપી છે. ત્યારે આ કપરા સમયે વેપારીઓ સ્વયંભૂ પોતાના વેપાર ધંધા બંધ રાખે તેવી અપીલ કરી હતી.એ સાથે જ લોકોને અપીલ કરી હતી કે, વાપીને ગ્રીનમાંથી ઓરેન્જ, રેડ ઝોન કે હોટસ્પોટ ઝોન સુધી પહોંચતા અટકાવવું ખૂબ જ જરૂરી છે. અને એ માટે લોકો ઘરમાં જ રહે. જો એવું નહિ કરીએ તો, વાપીમાં કોરોનાના કેસ વધશે અને તે બાદ તેને નિયંત્રણ કરવા માટે આપણા હાથમાં કશું જ નહીં રહે.