વાપીઃ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચોથી વાર જાહેર જનતાને સંબોધન કર્યુ હતુ. છેલ્લા 21 દિવસમાં સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10,000ને પાર પહોંચી જતા વડાપ્રધાને લોકડાઉનની સમય મર્યાદા વધારીને 3 મેં સુધી કરી છે. જેને પગલે પોલીસ ફરી બીજા 19 દિવસ માટે સતર્ક થઇ ગઈ છે.
વાપી, દમણ અને સેલવાસમાં પોલીસે હાથ ધર્યું કડક ચેકીંગ - વલસાડ કોરોનાવાઈરસ ન્યૂઝ
છેલ્લા 21 દિવસમાં સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10,000ને પાર પહોંચી જતા વડાપ્રધાને લોકડાઉનની સમય મર્યાદા વધારીને 3 મેં સુધી કરી છે. જેને પગલે પોલીસ ફરી બીજા 19 દિવસ માટે સતર્ક થઇ ગઈ છે.
સેલવાસમાં ફરીથી ઠેરઠેર બેરીકેટ લગાવીને પોલીસ કામે લાગી ગઈ છે. વાપીના એક સમયે વાહન વ્યવહારથી ધમધમતા ગુંજન અને વૈશાલી ચોકડી પાસે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં માર્ગની બંને બાજુના રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેમજ વગર કામના નીકળતા અનેક લોકોના વાહનો ડિટેઇન કરીને તેમને દંડવામાં આવી રહ્યા છે.
જોકે, હાલ વાપીથી નવસારી સુધી એક પણ કોરોના પોઝિટિવ દર્દી જોવા મળ્યો નથી. આવનારા દિવસોમાં પણ સમગ્ર પ્રદેશનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે વાપી પોલીસ બમણી તાકાતથી લોકડાઉનમાં પોતાની ફરજ નિભાવી રહી છે. જે જોતા જનતાએ પણ હવે પોલીસ અને પ્રશાસનને પુરેપુરો સહકાર આપવો રહ્યો.