ગુજરાત

gujarat

ETV Bharat / state

Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે કરી ધરપકડ - નવીન પટેલ અને તેના ભાઈની ધરપકડ

દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલે એક ભંગારના વેપારી પાસે દર મહિને 20 હજારનો હપ્તો માંગવાના પ્રકરણમાં દમણ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે ધરપકડ કરી
Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે ધરપકડ કરી

By

Published : Jan 28, 2023, 12:16 PM IST

Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે ધરપકડ કરી

દમણ:કેન્દ્રશાસિત દમણમાં પોલીસે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની અને તેના ભાઈની ધરપકડ કરતા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ધરપકડ કરેલ પ્રમુખે એક ભંગારના વેપારીને ધંધો કરવા પેટે દર મહિને 20 હજારનો હપ્તો આપવાની ધમકી આપી હતી.

દમણ પોલીસે ધરપકડ કરી:કેન્દ્રશાસિત પ્રદેશ દમણની જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક ઉર્ફે ઈશ્વર પટેલની દમણ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે દમણ જિલ્લા પોલીસવડા અમિત શર્માએ વિગતો આપી હતી કે, દમણના કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીએ રૂબરૂમાં આવી ફરિયાદ લખાવી હતી કે, તે વાપીના તેના પાર્ટનર સાથે મળી ભાગીદારીમાં ભંગારનો ધંધો કરે છે. જે ભંગાર તેઓ દમણની કંપનીઓમાંથી ઊંચકતા હોય છે.

આ પણ વાંચો માનવામાં ન આવે પણ હકીકત છે કે, વાપી રેલવે સ્ટેશન એક સમયે દમણ રોડ હતું

હપ્તો આપવો પડશે:આવી જ દલવાડા સ્થિત એક કંપની માંથી તેઓ ભંગાર ઉપાડતા હોય એ અંગે મૂળ દલવાડાના પ્રકાશ ફળિયામાં રહેતા અને દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ પર બિરાજમાન નવીન રમણ પટેલ તેમજ તેમનો નાનો ભાઈ અશોક પટેલે 3 મહિના પહેલા ફરિયાદીને ધમકી આપી હતી કે, ધંધો કરવો હોય તો દર મહિને 20 હજારનો હપ્તો આપવો પડશે

આ પણ વાંચો Women's Day 2022: દમણમાં UPના રાજ્યપાલ આનંદીબેનની ઉપસ્થિતિમાં ઉજવાયો વુમન્સ ડે

ભંગારનો ધંધો:જે હપ્તાની 20 હજારની રકમ ભંગારનો ધંધો કરતો ફરિયાદી દર મહિને આપતો હતો. આ ફરિયાદ આધારે દમણ પોલીસે એક ટીમનું ગઠન કરી જરૂરી પુરાવા એકત્ર કરી વિવિધ IPC કલમ આધારે જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details