દમણઃ દમણમાં ડાભેલ વિસ્તારમાં ગત 28મી ઓગસ્ટના એક યુવકની હત્યા કરી નાસી છૂટેલા હત્યારાઓમાં 2 હત્યારાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. દમણ પોલીસે હત્યામાં સંડોવાયેલા અન્ય 2 અપરાધીઓને પણ મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડ્યા છે. તેમજ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
દમણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા 2 હત્યારાઓની પોલીસે પાલઘરથી કરી ધરપકડ - ક્રાઈમ ન્યૂઝ
દમણમાં ડાભેલ વિસ્તારમાં હત્યા કરી ફરાર થયેલા આરોપી પૈકી બે આરોપીને પોલીસે મહારાષ્ટ્રના પાલઘરમાંથી ઝડપી પાડ્યા છે.
bharat
દમણમાં ગત 28મી ઓગસ્ટના વાપી નજીક સલવાવ ગામે રહેતા જમીન દલાલ વિનોદ માહ્યાવંશીને 6 જેટલા ઈસમોએ ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના ગુનામાં દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ 2 આરોપીને ઝડપી પાડી અન્ય સાગરીતોને ઝડપી પાડવા ખાસ ટીમની રચના કરી હતી.