ડાભેલ પોલીસ આઉટ પોસ્ટના PSI દિનકર રાવ પાટીલ ગુરૂવારે પેટ્રોલીંગ કરતા હતા, તે દરમિયાન સવારે 4 કલાકે મહાત્મા ગાંધી ઉદ્યોગનગર પાસે આવેલી અંકુર ડ્રગ્સ ફાર્મા નામની બંધ કંપનીમાંથી રિક્ષા નીકળી હતી. પોલીસને શંકા જતાં તે રીક્ષાને અટકાવી તેની તપાસ કરી હતી. ત્યારે રીક્ષામાંથી ચોરી કરેલું લોખંડ સ્ટીલ મળી આવ્યું હતું.
દમણમાં બંધ કંપનીઓમાં ચોરી કરતા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
દમણઃ સંઘપ્રદેશ દમણની એક બંધ કંપનીમાંથી મળસ્કે રિક્ષામાં ભંગાર ભરી બહાર નીકળતા બે ઇસમને અટકાવી પોલીસે તપાસ કરી હતી. ત્યારે તેમની પાસેથી ચોરીનો માલ પકડાયો હતો. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડની રજૂઆત કરી હતી.
આ અંગે રીક્ષાચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી રાજેશ ગૌતમ અને એક બાળકિશોર પાસેથી 200 કિલો લોખંડ અને સ્ટીલ કિં.રૂપિયા 8000 સાથે રિક્ષા કબજે કરી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના અંગે જણાવતાં ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીએ જણાવ્યું હતું કે, "દમણમાં અનેક કંપનીઓ બંધ પડી છે. જેના માલસામાનની આ રીતે ચોરી થતી હોવાથી કંપની સંચાલકોને અનુરોધ છે કે, તેમની કંપનીના માલ સામાનની સલામતી માટે જાગૃત બને અને CCTV કેમેરા સહિતની સુવિધાઓ પણ રાખે."