ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં નાબાલિક બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ - police Daman

વાપીના પાલિકા વિસ્તારમાં 7મી ફેબ્રુઆરીએ એક ચાલમાં નાબાલિક બાળકીનો પંખે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા વાપી ટાઉન પોલીસને આ હત્યા હોવાનું જણાયું હતું.

aa
વાપીમાં નાબાલિક બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરી નાખનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

By

Published : Feb 10, 2020, 11:47 PM IST

વાપીઃ પાલિકા વિસ્તારમાં 7મી ફેબ્રુઆરીએ એક ચાલમાં નાબાલિક બાળકીનો પંખે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા વાપી ટાઉન પોલીસને આ હત્યા હોવાનું જણાયું હતું. જે બાદ પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી આપઘાતમાં ખપાવવામાં અવ્યાનું સ્પષ્ટ થયુ હતું. જે આધારે પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીમાં નાબાલિક બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરી નાખનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
વાપીના ગીતાનગરમાં 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડાએ સોમવારે પત્રકાર પરિષદ યોજી દુષ્કર્મ/હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

જિલ્લા પોલીસવડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, વાપી પાલિકા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બાળકી એકલી જ તેના ઘરે હાજર હતી. જે દરમિયાન પકડાયેલ ઇસમે તેનું ગળું દબાવી તેનું મોત નીપજાવી તેને આપઘાતમાં ખપાવવાના ઇરાદે તેના ઘરના છતના ભાગે લગાડેલા પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો આપી લટકાવી નાસી ગયો હતો.

જે બાબતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કલમ 302, 201 મુજબનો ગુનો દાખલ કરી મરનારનું પોસ્ટમોર્ટમ કરાવતાં જેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું જણાયું હતું. આ ગુનાની ગંભીરતા જોતા ગુનેગારને તાત્કાલિક શોધી કાઢવા માટે વિવિધ ટીમ બનાવી 100થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એક પ્રદીપ રાજેશ્વર શાહ નામના યુવક પર શંકા ઘેરી બનતા તેની અટક કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા યુવકે પોતાનો ગુનો કબુલ કર્યો હતો અને તેણે જ બાળકી ઘરે એકલી હતી, ત્યારે તેને રૂમમાં પુરી દુષ્કર્મ આચરી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસને મળતી વધુ વિગત મુજબ આરોપી છત્તીસગઢનો રહેવાસી છે. જેની ઉંમર અંગે પહેલા પોલીસ અવઢવમાં હતી. તે બાદ તેની ઉંમરના પુરાવા એકઠા કરી દુષ્કર્મ અને હત્યાના ગુનામાં અટક કરી હતી.

બાળકીની હત્યા કરનાર યુવક વાપીમાં રખડતો ભટકતો અને છૂટટક મજૂરી કરતો હતો .તે મૃતક બાળકીની ચાલમાં અવારનવાર આવતો હતો. હત્યાના દિવસે તેણે તકનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરતી વખતે TVનો અવાજ પણ વધારી દીધો હતો. જેથી બાળકીની ચીસો કોઈને સંભળાય ન હોતી. હાલ આ સમગ્ર ઘટનાને લઈ લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details