સેલવાસગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રવાસે આવશે. અહીં તેઓ સેલવાસમાં નમો મેડીકલ કૉંલેજનું ઉદ્ઘાટન કરશે, સાથે જ દમણમાં સી-ફેસ જેટ્ટી પર ભવ્ય રોડ શૉ કરશે. ઉપરાંત વડાપ્રધાન વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલે (Union Territory Administrator Praful Patel) સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.
30 નવેમ્બરે મોદી સેલવાસ-દમણની મુલાકાતેસંવાદ કાર્યક્રમમાં તંત્ર દ્વારા તમામનું સ્વાગત કર્યુ હતું. તેમાં પ્રશાસક પ્રફુલ પટેલે (Union Territory Administrator Praful Patel) સૌ પ્રથમ ઉપસ્થિત તમામનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કારણે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં અભૂતપૂર્વ કામ (PM Narendra Modi to visit Union Territory) થયા છે. તેમાંના મહત્વના કહી શકાય તેવા મેડીકલ કૉલેજના ખાતમુહૂર્ત બાદ હવે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 30મી નવેમ્બરે ઉપસ્થિત રહેશે. તેમનું ભવ્ય સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવવો જોઈએ.
PMની મુલાકાતને યાદગાર બનાવવા પ્રફુલ પટેલની અપીલઆ માટે પ્રશાસન સાથે જિલ્લા પંચાયત, નગરપાલિકા, ઉદ્યોગકારો, NGO, રાજકીય આગેવાનો બધા આગળ આવે અને વિવિધ પ્રકારે સ્વાગતના અયોજનો કરે. ઉમંગ અને ઉત્સાહના આ પ્રસંગને વધાવવા 2,00,000 લોકો હાજર રહે તેવું આયોજન કરે. આ માટે રાજકીય આગેવાનો સાથે ઉદ્યોગોના સંચાલકો, કામદારો સાથ સહકાર આપે, નગરપાલિકાના પ્રમુખ આગેવાનો સરપંચો, જિલ્લા પંચાયતના પ્રમુખ આગેવાનો પણ મોટી સંખ્યામાં જનમેદની લાવે તેવી અપીલ પ્રફુલ પટેલે (Union Territory Administrator Praful Patel) કરી હતી.