ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં ત્રિપલ અકસ્માતમાં થયો લોકોનો ચમત્કારિક બચાવ - Vapi

વાપી: દમણના મુખ્ય માર્ગ પર એક સાથે 3 કારનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે સદનસીબે કારમાં સવાર લોકોમાંથી કોઇને ગંભીર ઇજાઓ થઇ ન હતી.

3 કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં લોકોનો થયો ચમત્કારિક બચાવ

By

Published : May 26, 2019, 8:13 PM IST

દમણના મુખ્ય માર્ગ પર બપોરે એક કાર ચાલક કારને ટર્ન મારી રહ્યો હતો, ત્યારે આગળથી અન્ય વાહન પસાર થતું હોવાથી કાર ચાલકે પોતાની કાર નંGJ-15-CD-5928 ને થાભાવી હતી. તે દરમિયાન પાછળ આવતી કાર નં.GJ-15-CD-9640 ના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આગળ વાળી કારની પાછળના ભાગે સારા એવી સ્પીડમાં અથડાઇ હતી.આ ટક્કર બાદ તેની પણ પાછળ આવતી કાર નં. GJ-05-CB-8547 ના ચાલકે પણ ગભરાટમાં આગળ વાળી કારને પાછળના ભાગે ટક્કર મારતા વચ્ચેની કારને મોટું નુકસાન થયું હતું. જો કે ત્રણેય કારમાંથી કોઇ પણ વ્યકિતને ઇજા પહોંચી ન હતી.

આ ટ્રિપલ અકસ્માતની ઘટના બાદ કાર ચાલકોએ એકબીજા પર દોષારોપણ કરીને વળતરની માંગણી કરીને રકઝક શરૂ કરી હતી. જેમાં આખરે પોત પોતાની ભૂલ સ્વીકારીને સમારકામના ખર્ચ બાબતે સહમતી દર્શાવતા આખરે મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દમણમાં ત્રિપલ અકસ્માતમાં થયોલોકોનો ચમત્કારિક બચાવ

ABOUT THE AUTHOR

...view details