ગુજરાત

gujarat

ETV Bharat / state

New year 2024: દમણમાં પ્રવાસીઓએ નવા વર્ષનું કર્યુ દમદાર સેલિબ્રેશન, DJના તાલ સાથે ડિસ્કો અને ગરબાની મચાવી રમઝટ - ન્યૂ યર 2023

દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણની હોટેલોમાં પ્રવાસીઓએ 31stની પાર્ટીમાં વર્ષ 2023ને શાનદાર વિદાય આપી હતી અને 2024ને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. નાના-મોટા, વડીલો, યુવાઓઓ હર્ષોલ્લાસ સાથે વર્ષ 2024ને વેલકમ કર્યું હતું. યુવાનોએ DJ ના તાલે ગુજરાતી ગરબા, હિન્દી-અંગ્રેજી સોંગ્સ પર ધમાલ મચાવી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 11:02 AM IST

દમણમાં પ્રવાસીઓએ નવા વર્ષનું કર્યુ દમદાર સેલિબ્રેશન

દમણ: ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતા દમણની વિવિધ હોટેલોમાં 31stની ઉજવણીએ શાનદાર અને રંગારંગ માહોલ જોવા મળ્યો હતો. ખાસ તો નાઈટ પાર્ટી એન્ડ ન્યુ યર વેલકમ માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓ દમણમાં ઉમટી પડ્યાં હતાં અને DJ અને લાઈવ બેન્ડના તાલે નાચગાન સાથે વેજ-નોનવેજ વાનગીઓ અને તેમાં પણ સી-ફૂડ અને શરાબની ભરપૂર જીયાફત માણીને નવા વર્ષને આવકાર્યું હતું.

ડીજે ના તાલ સાથે ડિસ્કો અને ગરબાની રમઝટ

વર્ષ 2024નું ગ્રાન્ડ વેલકમ: વર્ષ 2023ને બાય-બાય કરવા અને વર્ષ 2024ને વેલકમ કરવા સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો પ્રવાસીઓએ દમણમાં ઉમટી પડ્યાં હતાં. પ્રવાસીઓના ધસારાના કારણે દમણની વિવિધ હોટેલમાં થર્ટી ફર્સ્ટની નાઇટ રંગારંગ અને શાનદાર બની રહી હતી. દમણમાં મોટાભાગે ગુજરાતી પ્રવાસીઓ વધુ આવતા હોવાથી ગુજરાતી પ્રવાસીઓએ ગુજરાતી ગરબા, હિન્દી-ઈંગ્લીશ ફ્યુઝન મ્યુઝિક કમ DJ ના તાલે ધૂમ મચાવી હતી.

દમણમં નવા વર્ષની શાનદાર ઉજવણી

નવા વર્ષની શાનદાર ઉજવણી: વર્ષના અંતિમ દિવસે દમણ આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, તેમને ખૂબ જ મજા આવી, દર વર્ષે તેઓ તેમના પરિવાર સાથે દમણમાં નવા વર્ષને વેલકમ કરવા માટે આવે છે. દમણની હોટેલોમાં DJ-સેટઅપ ખૂબ જ સરસ હોય છે. 31stની ઉજવણીમાં નાચ-ગાન સાથે રાતે12 વાગ્યા બાદ થતી આતશબાજી સાથે ન્યુ યર સેલિબ્રેશનની ઉજવણી કરી હતી.

દમણમં નવા વર્ષની શાનદાર ઉજવણી

દમણમાં પ્રવાસીઓનો જમાવડો: 2023ની છેલ્લી રાતે અને નવા વર્ષને આવકારવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દેવકા સહિતના બીચ પર આવેલી વિવિધ હોટેલોમાં ધામો નાખતા હોય છે. હોટેલ સંચાલકો પણ આ દિવસને ધ્યાને રાખી હોટેલોને શણગારી પ્રવાસીઓને ડાન્સ વિથ ડીજે મ્યુઝિકના તાલે ઝૂમતા કરવા વિશેષ અયોજન કરે છે. જો કે આ વખતે ગણતરીની હોટેલોમાં જ ન્યુ યર પાર્ટીનું આયોજન હોય હોટેલોમાં ઓછી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીજે ના તાલ સાથે ડિસ્કો અને ગરબાની રમઝટ

ઉલ્લેખનીય છે કે, આકર્ષક અને શરીરને મન મોહી લેતા કપડામાં સજ્જ યુવતીઓ એ દરેક હોલીવુડ-બોલીવુડ ફિલ્મી ગીતો, રેપ સોંગ્સ અને ગુજરાતી ગરબાના તાલે શરીરની અદાઓ દ્વારા એકમેકને મદહોશ કર્યા હતા. તો પાર્ટીમાં ડાન્સ સાથે તમામ હોટેલોમાં ગાલા ડિનરની વ્યવસ્થા હતી. જેમાં વેજ-નોનવેજ વાનગીઓની અને શરાબની મજા માણી હતી. લાસ્ટ નાઈટ પાર્ટીમાં આવેલા પ્રવાસીઓમાં વર્ષ 2023ને બાય બાય કહેવાનો અને નવા વર્ષ 2024ને અવકારવાનો અનોખો થનગનાટ જોવા મળ્યો હતો.

  1. Happy New Year 2024: . વાપી ટાઉન પોલીસ મથક 'પીધેલા'ઓથી હાઉસફુલ, દમણમાં 31st મનાવી ગુજરાતમાં પ્રવેશતા પીધેલાઓ પોલીસે ઉતાર્યો નશો
  2. Happy New Year 2024: અમદાવાદમાં મધરાતે દિવસ ઉગ્યો, નવા વર્ષ 2024ની ઉમળકાભેર ઉજવણી કરતા અમદાવાદીઓ

ABOUT THE AUTHOR

...view details