ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પરિણીતાની આત્મહત્યા, સાસરિયાં દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ - ચણોદ કોલોની વિસ્તાર

વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈક કારણોસર ગળે ફાંસો ખાધો હતો. જોકે, પિયર પક્ષે સાસરિયા પક્ષ સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મૃતક પરિણીતાને પતિ, સાસુ, જેઠ-જેઠાણી માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરી મારઝૂડ કરતા હોવાના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વાપીમાં પરિણીતાની આત્મહત્યા, સાસરિયાં દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
વાપીમાં પરિણીતાની આત્મહત્યા, સાસરિયાં દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

By

Published : May 31, 2021, 9:28 AM IST

  • વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં એક પરિણીતાની આત્મહત્યા
  • પિયર પક્ષે સાસરિયા પક્ષ સામે દહેજ માગવાનો આક્ષેપ લગાવ્યો
  • દહેજ માટે મારઝૂડ કરતા હોવાના આક્ષેપનો ફરિયાદમાં ઉલ્લેખ

વાપીઃ વાપીમાં 27 મેએ ચણોદ કોલોની વિસ્તારમાં આવેલી અલકનંદા બિલ્ડિંગના 'બી' વિંગમાં ફ્લેટ નંબર- 203માં રહેતી અનિતા ભાવેશ ખાનિયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ પિયર પક્ષે સાસરિયા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો-બુલડાણામાં વિધવા શિક્ષિકા બ્લેકમેલ કરતી હોવાથી શિક્ષકે આત્મહત્યા કરી

સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરી
આ અંગે ડુંગરા પોલીસમથકમાં જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પરિણીતાના પરિવારજનોને મહિલાના મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતક અનિતાના ભાઈ અને માતાને શંકા જતા તેમણે ડુંગરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, અનિતાને તેનો પતિ ભાવેશ, સાસુ દમયંતી મૂશજી ભાનુશાલી, જેઠ સુરેશ મૂળજી ભાનુશાલી અને જેઠાણી રેખા સુરેશ ભાનુશાલી અસહ્ય માનસિક ત્રાસ આપતા હતા. દહેજની માગણી કરી મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતા હતા. આથી માનસિક રીતે તૂટી જતા અનિતાએ આ આત્મઘાતી પગલું ભરી લીધું છે.


આ પણ વાંચો-ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી યુગલે ગળે ટુંપો ખાઈ કરી આત્મહત્યા

ડુંગરા પોલીસમથકે વધુ તપાસ હાથ ધરી
અનિતા અને તેનો પરિવાર મૂળ જામનગરનો છે. અનિતાના લગ્ન ચારેક વર્ષ પહેલાં ભાવેશ ભાનુશાલી સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક અઢી વર્ષનો પૂત્ર છે. આત્મહત્યા પ્રકરણમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અકસ્માત મોતની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને ઘરમાં કોઈ અણબનાવની વિગતો કે આત્મહત્યા સ્થળેથી સ્યુસાઈડ નોટ મળી નહોતી. ત્યારબાદ મહિલાના પિયર પક્ષ તરફથી સાસરિયાંનો ત્રાસ હોવાની ફરિયાદ ઉઠતા સાસરિયાં વિરૂદ્ધ ડુંગરા પોલીસમથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને લઈને પોલીસે હવે આ આત્મહત્યા પ્રકરણમાં તે દિશામાં તાપસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details