ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ કસ્ટમર સેગમેન્ટ માટે સેમિનારનું આયોજન - Oil product

દમણઃ વિશ્વના 100 દેશોમાં વેપાર સાથે સંકળાયેલી 60 વર્ષ જૂની અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાં આયોજિત આ સેમિનારમાં ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ બિઝનેસમેનોને આમંત્રણ આપી તેમને પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ કસ્ટમર સેગમેન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓઇલ, કંડકટર અને કેબલ પ્રોડક્ટ સાથે સંકળાયેલ અપાર ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી ઓઇલ કંપની છે. જેના poweroil બ્રાન્ડ નામની ઓઇલ પ્રોડકટ બનાવે છે.

દમણમાં પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ કસ્ટમર સેગમેન્ટ માટે સેમિનારનું આયોજન

By

Published : Nov 21, 2019, 10:54 AM IST

દેશની સૌથી મોટી બેઝ ઓઇલ સ્ટોરેજ કેપેસિટી ધરાવતી અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પોતાની પાવર ઓઇલ બ્રાન્ડ પ્રોડક્ટ અંગેના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં આયોજિત આ સેમિનારમાં વાપી, દમણ અને સેલવાસમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ બિઝનેસમેન ઉપસ્થિત રહ્યાં હતાં. દમણમાં આયોજિત આ સેમિનાર અંગે અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઓઇલ ડિવિઝનના HOD સત્યેન્દ્ર દેબદાસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 100 વર્ષ જૂની ઇન્ડિયન કંપની છે. જે ઓટોમોબાઇલ, સ્ટીલ, માઇનિંગ, કેમિકલ, પ્લાસ્ટિક સેકટરમાં પાવર ઓઇલ બ્રાન્ડનામથી ઓઇલ સપ્લાય કરે છે.

જેમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં તેની પ્રોડક્ટ સપ્લાય માટે ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટયૂટ (IPI)ના સહયોગમાં દેશના વિવિધ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સેમિનારનું આયોજન કર્યું છે. જે અંતર્ગત દમણમાં ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરવા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ કસ્ટમર સેગમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ કસ્ટમર સેગમેન્ટ આધારિત આ સેમિનારમાં સિનિયર AGM સંદીપ ગંજુ દ્વારા "Next Generation, Energy Efficient, Super Clean Hydraulic Fluids" થીમ પર અપારની poweroil પ્રોડક્ટ અંગે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.

દમણમાં પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ કસ્ટમર સેગમેન્ટ માટે સેમિનારનું આયોજન
જ્યારે આ સેમિનાર અંગે ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ (IPI)ના વાપી ચેપ્ટરના ચેરમેન એચ. આર. મોહંતીએ જણાવ્યું હતું કે આ સંસ્થા એક પ્રોફેશનલ બોડી છે. જે પ્લાસ્ટિક ફિલ્ડ મેન્યુફેક્ચરિંગ સેકટરમાં માર્કેટિંગ અને માર્ગદર્શન આપે છે. જે માટે દર વર્ષે આ પ્રકારના સેમિનાર કરે છે. જેમાં આ વખતે દમણ, વાપી અને સેલવાસની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને મદદરૂપ થવા અપાર ઇન્ડસ્ટ્રીઝની poweroil પ્રોડક્ટની જાણકારી ઉપલબ્ધ કરાવવા આ સેમિનારમાં સહભાગી થઇ છે.અપાર ઇન્ડસ્ટ્રીઝ લીમોટેડ ભારતની IOCL સહિતની અન્ય કંપનીઓમાં સૌથી મોટી પ્રાઇવેટ ઓઇલ કંપની છે. જે વર્સેટાઇલ પ્રોડક્ટ પુરી પાડી શકે છે. તેમની પાસે સૌથી મોટી બેઝ ઓઇલ સ્ટોરેજ ક્ષમતા છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક 8000 કરોડ ટન પ્રોડક્શન ધરાવતી 3 ડિવિઝનમાં વંહેચાયેલી કંપની છે. જેમાં ઓઇલ ડિવિઝન, કંડકટર ડિવિઝન અને કેબલ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષે 5.42 મિલિયન ટન ઓઇલ ઉત્પાદન કરવામાં આવે છે. એજ રીતે 1500 કરોડ ટન કેબલ અને એજ પ્રમાણે મોટાપાયે કંડક્ટર પ્રોડક્ટ તૈયાર કરતી કંપની છે.

ABOUT THE AUTHOR

...view details