ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં બે નેપાળી મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એકની હત્યા 

દમણમાં લોકડાઉન દરમિયાન હત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવતા ફરી એકવાર ચકચાર મચી છે. નાની દમણના ભેંસરોડ રસ્તા ખાતે મૂળ નેપાળના રહેવાસી બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રના ગળામાં ધારદાર હથિયાર ઘુસાડી દેતા એક મોત થયું હોવાની ઘટના બન્યા બાદ દમણ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

One killed in a clash between two Nepali friends in Daman
One killed in a clash between two Nepali friends in Daman

By

Published : May 8, 2020, 3:31 PM IST

દમણઃ સંઘપ્રદેશ દમણમાં લોકડાઉન દરમિયાન હત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવતા ફરી એકવાર ચકચાર મચી છે. નાની દમણના ભેંસરોડ રસ્તા ખાતે મૂળ નેપાળના રહેવાસી બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રના ગળામાં ધારદાર હથિયાર ઘુસાડી દેતા એક મોત થયું હોવાની ઘટના બન્યા બાદ દમણ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દમણના ભેંસરોડ ખાતે પટેલ બાર એન્ડ રેસ્ટોરેન્ટના સ્ટાફ રૂમમાં રહેતા કૃષ્ણા બહાદુર ચૌધરી અને અર્જુન રામુ બન્ને મૂળ રહેવાસી નેપાળના વચ્ચે કોઈ બાબતમાં તકરાર થતાં આરોપી કૃષ્ણા બહાદુરે અર્જુનરામ લામાને ગળા ઉપર તીક્ષ્ણ ધારદાર હથિયારથી હુમલો કરતા અર્જુન લામાનું મોત થયું હતું. ઘટના અંગે રાત્રે એક વાગ્યે અજ્ઞાત વ્યક્તિએ પોલીસને ફોન કરી આ અંગે જાણકારી આપી હતી કે, પટેલ બાર એન્ડ રેસ્ટોરેન્ટના સ્ટાફરૂમમાં આ પ્રકારની ઘટના બની છે.

પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા અર્જુન લામા લોહીમાં લથપત પડ્યો હતો. પોલીસે તાત્કાલિક મરવડ હોસ્પિટલમાં મોકલતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ દમણ પોલીસે આઇપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધી હત્યાના આરોપી કૃષ્ણા બહાદુર ચૌધરી ઉર્ફે વિશાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા લોકડાઉનના દિવસો દરમિયાન જ તાડીની ચોરીના મુદ્દે એક યુવકની હત્યા થઈ ચૂકી છે. જે બાદ આ બીજી ઘટનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details