ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી-સેલવાસ માર્ગ પર કાળઝાળ ગરમીમાં ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી

વાપીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હાલ કાળઝાળ ગરમીનો તાપ વર્તાઈ રહ્યો છે. આ તાપમાં અસહ્ય ઉકળાટ સાથે વાપી-સેલવાસના માર્ગ પર ભડકમોરા વિસ્તારમાં ડામર પીગળી જતા વાહનચાલકો-રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક રાહદારીઓના રસ્તો ઓળંગતી વખતે પગરખાં પણ પીગળેલા ડામરમાં ચોંટી ગયા હતા. પીગળેલા ડામર કામને કારણે અકસ્માત અને ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા ટ્રાફિક પોલીસે સાવચેતી દાખવી હતી.

ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી
ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી

By

Published : Jun 16, 2021, 10:53 AM IST

  • ડામર પીગળતા વાહનચાલકો-રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા
  • રસ્તો ઓળગતા રાહદારીઓના પગરખા ડામરમાં ચોંટી જાય
  • અડધો કિલોમીટર સુધી માર્ગ પર ડામરના પોપડા ઉખડયા

દમણ :વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધીના અડધો કિલોમીટરના વાપી-સેલવાસ માર્ગ પર ડામર પીગળી જતા વાહનચાલકો-રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પીગળેલા ડામર વચ્ચે રસ્તો ઓળંગતા અનેક રાહદારીઓની ચપ્પલ ડામરમાં ચોંટી ગઈ હતી. તો વાહનો પણ સ્લીપ થયા હતા.

પીગળતા ડામરના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ

વાપીમાં હજુ ચોમાસુ બરાબર જામ્યું નથી. એવામાં અસહ્ય ઉકળાટ વચ્ચે કાળઝાળ તાપ વર્તાઈ રહ્યો છે. આ તાપથી ભડકમોરા વિસ્તારમાં ભડકમોરા નાકાથી લઈને ચંદ્રલોક એપાર્ટમેન્ટ સુધીનો ડામર પીગળ્યો હતો. બપોરે 11 વાગ્યાથી પીગળતા ડામરના કારણે વાહનચાલકો-રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો ટ્રાફિક સમસ્યા પણ વકરી હતી.

આ પણ વાંચો : ભાવનગરમાં નવા બનેલા રોડમાં ડામર ઓગળવાથી વાહનચાલકોમાં ભય

ડામર પીગળવાથી અકસ્માત થવાની સંભાવના વધી

આ અંગે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, ડામર પીગળી જવાથી અકસ્માત થવાની સંભાવના વધી છે. અમે સતર્કતાથી ટ્રાફિક નિયમન કરી રહ્યા છીએ. પીગળેલા ડામરને કારણે રસ્તો ઓળગતા રાહદારીઓના પગરખા ડામરમાં ચોંટી જાય છે. ડામર પર જે પાવડર છાંટવામાં આવે છે તે પાવડર અહીં છાંટ્યો નથી એટલે કદાચ ગરમીમાં ડામર પીગળ્યો છે.

ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી

તંત્ર દ્વારા પાવડર છાંટવાની કામગીરી હાથ ધરાઇ

આ વિસ્તારમાં અડધો કિલોમીટર સુધી આ રીતે રસ્તા પરનો ડામર પીગળી ગયો છે. જેણે માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી કરી છે. આ અંગે હાઇવે ઓથોરિટીના DEE નવનીત પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તંત્ર તરફથી આ સ્થળે Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે. જેના પર તંત્ર દ્વારા પાવડર છાંટવાની કામગીરી પણ હાથ ધરી છે. એટલે તે બાદ તે સામાન્ય થઈ જશે.

ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી

આ પણ વાંચો : સુરતની સોસાયટીઓને કોઈ ખર્ચ વગર ડામર ને બદલે સી.સી.રોડ મળશે

તંત્રનું ડામર પેઇન્ટિંગ વહેલી તકે મજબૂત પેઇન્ટિંગમાં પરિવર્તિત થાય

જે કોન્ટ્રાક્ટરની બેદરકારી નહિ પરંતુ રૂટિન પ્રોસેસ છે. જોકે, તંત્રની આ રૂટિન પ્રોસેસે વાહનચાલકો, રાહદારીઓ અને ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક કર્મચારીઓ માટે સમસ્યા ઉભી કરી હતી. તંત્રનું આ ડામર પેઇન્ટિંગ વહેલી તકે મજબૂત પેઇન્ટિંગમાં પરિવર્તિત થાય અને વાહનચાલકો-રાહદારીઓને સમસ્યામાંથી છુટકારો અપાવે.

ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી

ABOUT THE AUTHOR

...view details