ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં 104 કરોડની વેટ વસૂલી માટે 19 પેટ્રોલ પંપ સંચાલકોને નોટિસ - દમણના તાજા સમાચાર

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 19 જેટલા પેટ્રોલ પંપ સંચાલકો પાસે ગત 10 વર્ષથી વ્યાજ અને પેનલ્ટી સાથે બાકી નીકળતી 105 કરોડની વેટની રકમ વસૂલવા વેલ્યુએડેડ ટેક્સ વિભાગે નોટિસ જારી કરી છે.

ETV BHARAT
દાદરા નગર હવેલીમાં 104 કરોડની વેટ વસૂલી માટે 19 પેટ્રોલ પંપ સંચાલકોને નોટિસ

By

Published : Oct 16, 2020, 10:54 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ પ્રસાશન દ્વારા વેટ વસુલાતની જૂના હિસાબોની ચકાસણીથી પેટ્રોલપંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. દાદરા નગર હવેલી પ્રસાશનના વેલ્યુ એડેડ વિભાગે પટ્રોલ-ડીઝલનો જથ્થો સપ્લાય કરતી રિફાઇનરીઓના હિસાબ સાથે પ્રદેશના વિવિધ પેટ્રોલપંપોના પુરવઠાના આવક-જાવકના હિસાબની સરખામણી કરતા 32.56 કરોડની ઘટ દેખાઈ હતી. જેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ જોડતા અંદાજીત 105 કરોડ કરતા વધુના વેટની અનિયમિતતા બહાર આવી હતી. જેથી દાદરા નગર હવેલીના 19 પેટ્રોલપંપના સંચાલકોને બાકી નીકળતા લેણા વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવા ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે.

કયા પેટ્રોલપંપને કેટલા રૂપિયાની મળી નોટિસ?

પેટ્રોલપંપના નામ અને બાકી નીકળતી વ્યાજ અને પેનલ્ટી સાથેની રકમમાં જય જલારામ પેટ્રોલપંપના 32.60 કરોડ, શ્રી સાંઈ પેટ્રોલિયમના 22.15 કરોડ, સાંઈનાથ પેટ્રોલિયમના 12.28 કરોડ, રતન પેટ્રોલિયમના 7.70 કરોડ, પટેલ પેટ્રોલપંપના 5.28 કરોડ, શાહ ઓટોમોબાઇલ્સના 6.48 કરોડ, બેનજેન ફ્યુલ લયુબ્સના 4.65 કરોડ, અંકુર પેટ્રોલિયમના 3.77 કરોડ, વેલુગામ ગેસોલીનના 3.13 કરોડ, હવેલી પેટ્રોલિયમના 2.89 કરોડ, ખાનવેલ પેટ્રોલિયમના 2.19 કરોડ, શુભમ પેટ્રોલિયમના 1.87 કરોડ સહિત અન્ય 7 પેટ્રોલપંપ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details