- એન્ટિલિયા કેસમાં દમણથી સ્પોર્ટ્સ બાઇક મળ્યું
- NIAની ટીમે સ્પોર્ટ્સ બાઈકનો કબજો લીધો
- મીના જ્યોર્જના નામે રજીસ્ટર્ડ છે સ્પોર્ટ્સ બાઇક
દમણ: એન્ટિલિયા કેસમાં થોડા દિવસ અગાઉ દમણથી વોલ્વો કાર જપ્ત કર્યા બાદ હવે NIAની ટીમે દમણથી જ એક સ્પોર્ટ્સ બાઇક પણ કબ્જે કરી છે. આ બાઇક મીના જ્યોર્જની હોવાનું સામે આવ્યું છે જેથી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સુત્રોનું માનીએ તો સચિન વાઝે સાથે મીના જ્યોર્જ નામની મહિલા પણ આ કેસમાં સંડોવાયેલી છે. જે અંગે હાલ NIAની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:એન્ટિલિયા પ્રકરણ : બુકી નરેશને સીમકાર્ડ આપનારા કચ્છના વધુ એક દેવીશેઠનું નામ ખુલ્યું
7.50 લાખની સ્પોર્ટસ બાઈક નાની દમણથી જપ્ત કરી
દમણમાં ગત દિવસોમાં ઉદ્યોગપતિ અભિષેક અગ્રવાલના ઘરેથી મુંબઈ CBI અને NIAની ટીમે એક વોલ્વો કાર કબજે કરી હતી. એન્ટિલિયા કેસમાં આ કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સચિન વાજેને હોટેલમાં મળનાર મહિલાની તપાસ NIAની ટીમે હાથ ધરી હતી. જેમાં 2 દિવસ અગાઉ, NIAની ટીમ મીના જ્યોર્જ નામની જે મહિલાની તપાસ કરી રહી હતી, તે મહિલાના નામે રજિસ્ટર્ડ 7.50 લાખની સ્પોર્ટસ બાઈક નાની દમણથી જપ્ત કરી હતી.
દમણ પોલીસે બાઇક અંગે મૌન સેવ્યું
બાઇક અંગે દમણ પોલીસ પાસે વિગતો મેળવવાની કોશિશ કરતા દમણ પોલીસ દ્વારા આ અંગે કોઈ જ જાણકારી આપી નહોતી અને સંપૂર્ણ મૌન સેવ્યું હતું. જ્યારે, સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ, મીના જ્યોર્જના નામે રજીસ્ટર્ડ સ્પોર્ટ્સ બાઇક NIAની ટીમે કબજે કરી છે. બાઇક નાની દમણ વિસ્તારમાંથી કબજે કરી મુંબઇ લઈ જવાઈ છે. આ બાઈકનું વાજે કેસ સાથે સંબંધિત હોવાનું સૂત્રો માની રહ્યા છે. જો કે, બાઇક અંગે NIA તરફથી પણ કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો:એન્ટિલિયા કેસઃ પુરાવા નાશ કરવામાં સબ ઇન્સ્પેક્ટર રિયાઝુદ્દીને સચિન વાઝેની મદદ કરી
મીના જ્યોર્જની ગયા સપ્તાહના અંતે ધરપકડ કરાઈ હતી
મીરા રોડમાં ભાડા પર રહેતી મીના જ્યોર્જ ટ્રાઈડેન્ટ હોટેલના CCTV ફૂટેજમાં સચિન વાજે સાથે દેખાઈ હતી. ગયા સપ્તાહના અંતે તે એરપોર્ટ પરથી પકડાઈ હતી. તે સમયથી NIAની ટીમ તેની પૂછપરછ કરી રહી છે જેના ભાગરૂપે સ્પોર્ટસ બાઇક પણ સંઘપ્રદેશ દમણથી જપ્ત કરવામાં આવી છે.
નદીમા ફેંકવામા આવેલી નંબર પ્લેટ નાડેના વાહનની હતી.
એજન્સીના અધિકારી સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને રવિવારે મીઠી નદી પર લઈ ગયા હતા અને ડ્રાઇવર્સની મદદથી બે ડિજિટલ વીડિયો રેકોર્ડર, બે સીપીયુ, એક લેપટોપ, બે હાર્ડ ડિસ્ક, બે નંબર પ્લેટો અને એક પ્રિંટર મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જાલાનાના સામાજિક ન્યાય વિભાગમા ક્લાર્ક તરીકે કામ કરનાર ઔરંગાબાદ રહેવાસી વિજય નાડેને વાહનની નંબર પ્લેટના સંબંધે પત્રકારોના ફોન આવવાના શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ સોમવારે તેઓ સિટી ચોક પોલીસ થાને ગયા હતા. તેમણે કહ્યું કે, નદીમાં ફેંકવામા આવેલી એક નંબર પ્લેટ નાડેના વાહનની હતી.
સચિન વજે કેસમાં દમણથી મળી વોલ્વો કાર