ગુજરાત

gujarat

ETV Bharat / state

8 વર્ષની બાળકીની હત્યા કરનાર સાવકી માતાની પોલીસે કરી ધરપકડ - crime news vapi

વાપી: વાપી નજીક છીરી ગામમાં સાવકી માતાએ દીવાલમાં માથું પછાડી 8 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ ડુંગરા પોલીસે સાવકી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

vapi

By

Published : Sep 27, 2019, 5:42 AM IST

વાપી નજીક છીરી ગામમાં ચિરાગ રો-હાઉસમાં રહેતા નિલેશની પત્નીએ પોતાના પતિની પ્રથમ પત્નીની પુત્રીને શાળાના ગૃહ કાર્ય અંગે આવેશમાં આવી માથું પકડી દીવાલમાં અથડાવી, ક્રૂર રીતે મોઢાના, છાતીના, સાથળના અને પેટના ભાગે માર મારતા 8 વર્ષની પુત્રીનું કરુણ મોત નિપજાવ્યું હતું. સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવા કોશિશ કરી હતી. પરંતુ, દીકરીના પિતાને સઘળી હકીકતની જાણ થતાં પોલીસ મથકમાં પોતાની પત્ની વિરુદ્ધ દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારી સાવકી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

8 વર્ષની બાળકીની હત્યા કરનાર સાવકી માતાની પોલીસે કરી ધરપકડ

ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 24મી સેપ્ટમ્બરે પોતે મુંબઇ નોકરી કરવા ગયો હતો, ત્યારે, તેમની પત્નીનો ફોન આવેલ કે તેમની પુત્રી સોનાક્ષીની તબિયત બગડી ગઈ છે. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી છે. એટલે તે તાત્કાલિક નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે, તેમના ઘરે આસપાસના લોકોનું ટોળું હતું અને તેમની દીકરીની લાશ તેમના ઘરમાં પડી હતી. આ જોઈ તેમણે આ અંગે તેમની પત્નીને પૂછતાં તેને કઈંક થઈ ગયું હોય ડોકટર પાસે લઈ ગયા હતાં જ્યાં તેને મૃત જાહેર કરી હોવાનું જણાવ્યું હતું.

દીકરીના માથામાં હાથ ફેરવતા તેમના માથાના ભાગે તાજુ ગૂમડું હતું, મોઢામાંથી લોહીના ડાઘ હતા, છાતી, પેટ, સાથળના ભાગે પણ માર માર્યો હતો. જે જોતા તેણે આ અંગે પોતાની પત્નીને કહ્યું હતું, પત્નીએ તેને જણાવ્યું હતું કે, તેણે શાળાનું હોમવર્ક નહોતું કર્યું એટલે તેને માર માર્યો હતો અને પછી તે બેડરૂમમાં પોતાના બાળકને લઈ જઈ સુઈ ગઈ હતી. જાગીને જોયું તો દીકરી સોનાક્ષી ઘરમાં બેભાન હાલતમાં પડી હતી. જેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી. દીકરી સોનાક્ષીનું મોત તેમની પત્નીના મારથી થયું હોવાનું જાણી ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મૃતક સોનાક્ષી ફરિયાદી નિલેશની પ્રથમ પત્નીની દિકરી હતી. જેની સાથે છુટ્ટાછેડા થતા નિલેશે દિકરીને પોતાની પાસે રાખી હતી અને કવિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. કવિતાથી તેને એક 2 વર્ષનો બાળક પણ છે. કવિતા અવારનવાર સોનાક્ષી પર જોરજૂલ્મ ગુજરાતી હોવાનું પણ સોનાક્ષી તેમના પિતાને કહેતી હતી. જે અંગે પિતાએ કયારેય સાવકી માતાને ઠપકો ના આપતા આખરે આ સાવકી માતાએ આવેશમાં આવી 8 વર્ષની માસુમને મોતને ઘાટ ઉતારી દેતા વાપી પંથકમાં ચકચાર મચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details