ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદને સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપતાં જિલ્લા પંચાયતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Haveli to government function'

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરને પ્રશાસન દ્વારા સરકારી કાર્યક્રમોમાં તેમજ રાજકીય આગેવાનોની મુલાકાત દરમિયાનના કાર્યક્રમોમાં આમંત્રણ ન પાઠવી અપમાન કરવામાં આવતા હોવાની રાવ સાથે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ, સભ્યોએ કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી

By

Published : Dec 22, 2020, 9:41 AM IST

  • રાજકીય આગેવાનોની મુલાકાત દરમિયાનના કાર્યક્રમોમાં આમંત્રણ ન પાઠવી અપમાન
  • જિલ્લા પંચાયતે કલેકટરને આપ્યું આવેદનપત્ર
  • સરકારી કાર્યક્રમોમાં સાંસદ સહિતના જનપ્રતિનિધિઓને આમંત્રણ નથી મળતું
    દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદને સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપતાં જિલ્લા પંચાયતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું


વલસાડ : દાદરા નગર હવેલી અને દમણ દીવ સંઘપ્રદેશમા પ્રસાશનિક સંચાલનમા જનતા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને થઇ રહેલા સતત અપમાન અને અવગણના વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભવર અને ઉપપ્રમુખ દિપક પ્રધાનની અધ્યક્ષતામા જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો અને નગરપાલિકાના સભ્યોના પ્રતિનિધિ મંડળે કલેકટર સંદીપકુમાર સિંઘની રૂબરૂ મુલાકાત લઇ લોકતાંત્રિક વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ રજુ કર્યા હતા.

દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદને સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપતાં જિલ્લા પંચાયતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ગૃહ રાજ્યપ્રધાનની મુલાકાત વેળાએ આમંત્રણ આપવાનું ટાળ્યું


પ્રસાશન દ્વારા અધિકૃત કાર્યક્રમોમા જનપ્રતિનિધિઓને આમંત્રિત કરવાથી લઇ પ્રોટોકોલ પ્રમાણે શિષ્ટાચાર જળવાતો નથી. હાલમાં જ આવેલા ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયની મુલાકાત વેળાએ અને તે પહેલાં દાદરા નગર હવેલીના મુક્તિ દિવસના કાર્યક્રમમાં સાંસદ મોહન ડેલકરને આમંત્રણ ન આપીને તેમજ પ્રજાજોગ સંદેશથી દૂર રાખવાની ચેષ્ટા પ્રશાસને કરી છે. આ પ્રકારે સતત અપમાન અને અવગણનાઓથી પ્રદેશના ચુંટાયેલા જનપ્રતિનિધિઓના મનોબળ તૂટી રહ્યા છે. પ્રદેશની જનતામા પણ ખોટો સંદેશો જઇ રહ્યો છે.જ્યારે આવેદનપત્ર સાથેની રજુઆત સંદર્ભે કલેકટર સંદીપ કુમાર સિંઘે આમંત્રણ મોકલ્યું હોવાનું જણાવી છતાં પણ હવે પછીના સરકારી કાર્યક્રમોમાંએ અંગે પૂરતું ધ્યાન આપવાની ખાતરી આપી હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details