ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીમાં મસાલા ઢોસામાં નીકળી જીવાત, ફૂડ અધિકારી ગાંધીનગરની ટીમ સાથે સ્પેશ્યલ ડ્રાઈવમાં વ્યસ્ત - latestgujaratinews

વાપી : દિવાળી તહેવારને ધ્યાને રાખી અન્ય જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો-હોટેલમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ 11 વર્ષ જૂની રાજા રાણી ચાઈનીઝ હાઉસમાં ઢોસામાં જીવાત નીકળી હતી. જે અંગે હોટેલના માલિકે આવા કીડા તો મોટી હોટેલમાં પણ નીકળતા હોવાનો બચાવ કર્યો હતો. જે અધિકારીએ ફૂડ ક્વોલિટીનું લાયસન્સ આપ્યું છે.

etv bharat vapi

By

Published : Oct 17, 2019, 8:16 PM IST

પારડીમાં ચાર રસ્તા પાસે આવેલ રાજા રાણી ચાઈનીઝ હાઉસના મસાલા ઢોસામાં જીવાત નીકળી હતી.આ અંગે હોટેલ માલિકને જાણ કરી વલસાડ ફૂડ ઇન્સ્પેક્ટર કે. સી. કુંબી ને પણ ટેલિફોનિક વિગતો આપી તો, આ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ ગાંધીનગરની સ્પેશ્યલ ડ્રાઇવ માટે આવેલ ટીમ સાથે છે. અને અન્ય કોઈ ઇન્સ્પેક્ટર પણ હાજર નથી. તમે લેખિતમાં ફરિયાદ આપો અથવા ન્યૂઝમાં ચલાવો એટલે હું એક્શન લઈશ!

જો કે આ સમગ્ર બેદરકારી ઘટના અંગે હોટેલના મલિક શ્રીક્રિષ્નાસિંઘે તોછડાઇ ભરી રીતે એવું જણાવ્યું હતું કે તે કીડો નથી મચ્છર છે. જે ખાવામાં કે બનાવતી વખતે આવી ગયો હશે. હું તપાસ કરીશ જ્યારે, વધુમાં તેમણે એવા બણગાં ફૂંકયા હતા કે મોટી મોટી હોટેલમાં પણ ખાવામાં ક્યારેક કીડા નીકળતા હોય છે.

પારડીમાં મસાલા ઢોસામાં નીકળી જીવાત

આ હોટેલનું જે ફૂડ ક્વોલીટી લાયસન્સ છે. તે વલસાડ ફૂડ વિભાગના મુખ્ય અધિકારી એવા કે.સી. કુંબી એ જ પોતાની સહી અને સિક્કા સાથે આપ્યું છે. પરંતુ તેમ છતાં સાહેબ પાસે હોટેલમાં તપાસ કરવાનો સમય નહોતો. એક તરફ સમગ્ર ગુજરાતમાં ફૂડ વિભાગ આવા હોટેલ સંચાલકો પર દરોડા પાડી કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. જ્યારે અહીં સાહેબ સ્પેશ્યલ ડ્રાઈવમાં વ્યસ્ત છે.

આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.આ ઘટના પ્રસારિત થયા બાદ કાયદાકીય તપાસ કરશે કે પછી દિવાળી તહેવારમાં લોકોને આ હોટેલના નાસ્તાથી બીમારી ભેટ આપશે તેના પર મીટ મંડાઈ છે.

ABOUT THE AUTHOR

...view details