વાપીઃ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હોય કે, 15મી ઓગસ્ટનું આઝાદી પર્વ હોય, આ દિવસે શાળાના બાળકો અચૂક જોડાય છે. દર વર્ષે સવારમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં બાળકો સાથે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ આ વખતે પણ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રભાત ફેરીમાં શાળાના શિક્ષકોને પ્રજાસત્તાક પર્વનું આમંત્રણના અપાયું હતુ છતા પણ શાળાના બાળકો પ્રભાતફેરીમાંથી બાકાત રહ્યા હતા, જ્યારે પ્રથમ વખત પ્રભાત ફેરીમાં ફાયરના જવાનો જોડાયા હતા. તેઓની સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.
વાપીમાં નગરપાલિકાના ધ્વજવંદનમાં સભ્યો રહ્યા ગેરહાજર,પ્રભાતફેરીમાં શાળાના બાળકો બાકાત વાપી નગરપાલિકા આયોજિત પ્રજાસત્તાક પર્વ તિરંગા સલામી નિમિત્તે વાપીના નગરપાલિકાથી ઝંડા ચોક સુધી વ્હોરા બેન્ડના સથવારે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ઝંડાચોક પર વિરામ પામી હતી. જ્યાં વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈએ તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શહેરીજનોને શુભકામના પાઠવી હતી.
ઝંડા ચોક પર ત્રિરંગાને સલામી આપ્યા બાદ હાજર રહેલા નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને શહેરીજનોએ નગર પાલિકા ભવનમાં આવેલા તિરંગા સ્થળે નગરપાલિકાના ઉપપ્રમુખ મુકુંદાબેનની સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કરી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. જો કે, નવાઈ પમાડે તેવી વાત એ હતી કે, બંને કાર્યક્રમ નગરપાલિકા આયોજીત હોવા છતાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા.