વાપીમાં ઉદ્યોગકારોના હિતમાં વાપીમાં કાર્યરત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા શનિવારે વાપીના VIA સભાગૃહમાં AGM 48મી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં VIAના 520 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન VIA પ્રમુખ દ્વારા છેલ્લા થોડાક સમયથી VIA વિરુદ્ધ ચોક્કસ ઉદ્યોગકારોની મંડળી દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચાર અંગે વિગતવાર ખુલાસો કરી VIA દ્વારા પાછલા દોઢ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતી.
AGM 48 મી મિટિંગ બાદ VIA પ્રમુખ, સેક્રેટરી અને કમિટી મેમ્બર દ્વારા યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે સતત ઉદ્યોગોનું અને ઉદ્યોગકારોનું હિત સાચવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં અને અખબારોમાં ખોટા નિવેદનો કરી ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. તે તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું અને તેના તમામ વિગતવાર ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ.
પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, NGT મામલે જે કેસ કોર્ટમાં ચાલે છે. તેમાં એ કેસ VIA વિરુદ્ધ છે. નહીં કે, પ્રમુખ વિરુદ્ધ તેમ છતાં તે મામલે VIA ના પૈસા ખર્ચવામાં આવતા હોવાનો અને 40 લાખ જેટલી રકમ વકીલની ફી સહિત અંગત ઉપયોગ માટે ખર્ચી હોવાનો જે કુપ્રચાર કરાયો હતો તે તદ્દન ખોટો છે. VIA એ વકીલની ફી પેટે 10 લાખ ફી ચૂકવી છે. બાકી બીજો તમામ ખર્ચ જે તે મેમ્બરે જાતે કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, જે અંગે પણ આગામી દિવસોમાં દમણ પ્રસાશન, સ્થાનિક માછીમારો, દમણના ઉદ્યોગકારો સાથે બેઠક કરી દરિયામાં આ પાણીથી માછીમારીના ઉદ્યોગને નુકસાન થવાનું છે. તે, ભ્રામક પ્રચારને દૂર કરીશું અને જે રીતે ફિશ પ્રોડક્શન વધ્યું છે તેની આંકડાકીય માહિતી રજુ કરીશું