ગુજરાત

gujarat

ETV Bharat / state

મારૂ ગામ કોરોના મુક્ત : વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ઉમરગામની લીધી મુલાકાત - maru gam corona mukt

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાછ તથા ફણસા-કલગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને તેના હેઠળ આવેલા સબ સેન્‍ટરો સહિત આ વિસ્‍તારમાં શરૂ કરાયેલા કોમ્‍યુનીટિ આઇસોલેશન સેન્‍ટરની વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે રૂબરૂ મુલાકાત લીધી હતી.

corona
મારૂ ગામ કોરોના મુક્ત

By

Published : May 16, 2021, 2:12 PM IST

  • સહિયારા પ્રયાસથી રાજ્યનું દરેક ગામ કોરોના મુક્ત બનશે
  • દરેક લોકોએ રસી લેવી જોઈએ
  • રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના ગામોની લીધી મુલાકાત

ઉમરગામ :- મારું ગામ કોરોના મુક્‍ત ગામ અભિયાનને સફળ બનાવવા સરપંચ સહિત ગ્રામ અગ્રણીઓ, આશાવર્કરો અને વિવેકાનંદ મંડળના સભ્‍યો સાથેની ટીમ ગામના તમામ ઘરોની મુલાકાત લઇ દરેકના ખબર-અંતર પૂછી સર્વે કરે તેવી સૂચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અભિયાન અતંર્ગત આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી.


મારૂ ગામ કોરોના મુક્‍ત ગામ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ

આ મુલાકાત દરમિયાન અંકલાસ અને કલગામના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ મલાવના આઇસોલેશન સેન્‍ટર ખાતે કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં પાટકરે જણાવ્‍યું હતું કે, કોરોનાના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળે તે માટે રાજ્‍ય સરકાર કામ કરી રહી છે. મારૂ ગામ કોરોના મુક્‍ત ગામ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ કોરોના સંક્રમણને ગામમાંથી આગળ વધતો અટકાવવાનો છે.

સહિયારા પ્રયાસોથી રાજ્‍યનું દરેક ગામ કોરોનામુક્‍ત બનશે

ઘરમાં અન્‍ય વ્‍યક્‍તિને કોરોનાનો ચેપ ન લાગે તેની તકેદારીના ભાગરૂપે હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ પોતે ઘરે જ આઇસોલેશનમાં રહે અને જો ઘરે અલગ રૂમની સુવિધા ન હોય તો ગામની શાળા કે અન્‍ય જાહેર સ્‍થળે શરૂ કરાયેલા આઇસોલેશન સેન્‍ટરમાં જ રહે તે જરૂરી છે. માનવ સેવા એજ પ્રભુ સેવા સમજીને સૌ સાથે મળીને કામ કરી આવનારના દિવસોમાં સૌના સહિયારા પ્રયાસો થકી રાજ્‍યનું દરેક ગામ કોરોનામુક્‍ત ગામ બનશે, એવી આશા રમણલાલ પાટકરે વ્‍યક્‍ત કરી હતી.

આ પણ વાંચો : દાંતા અને અમીરગઢના 200 જેટલા ગામડાઓને ઉકાળાની સામગ્રી મોકલાવાઈ


રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો

દરેક લોકો કોરોના ગંભીરતા સમજે અને પાત્રતા ધરાવતા દરેકને રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો. કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે મળીને કામગીરી કરશે તો લોકોમાં જાગૃતિ આવશે અને તેના સંક્રમણને ચોક્કસ અટકાવી શકાશે.

મારૂ ગામ કોરોના મુક્ત
ગામમાં શરૂ કરાયેલા આઇસોલેશન સેન્‍ટરમાં સારવાર મેળવોમારું ગામ કોરોના મુક્‍ત ગામ અભિયાનને સફળ બનાવવા સરપંચ સહિત ગ્રામ અગ્રણીઓ, આશાવર્કરો અને વિવેકાનંદ મંડળના સભ્‍યો સાથેની ટીમ ગામના તમામ ઘરોની મુલાકાત લઇ દરેકના ખબર-અંતર પૂછી સર્વે કરે અને જો કોઇને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેમને જરૂરિયાત મુજબની દવા સંબંધિત વિસ્‍તારની નર્સ અથવા આશાવર્કરે જાતે જ વ્‍યક્‍તિના ઘરે જઇને પીવડાવાની રહેશે. તેમ છતાં પણ બીમારી ચાલુ રહે તો તે વ્‍યક્‍તિને પોતાના ઘરે અથવા ઘરમાં સગવડતા ન હોય તો ગામમાં શરૂ કરાયેલા આઇસોલેશન સેન્‍ટરમાં રાખી ત્‍યાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા તેની નિયમિતપણે તપાસ કરવા અને ડોકટરના અભિપ્રાય અનુસાર દર્દીને જો વધુ સારવારની જરૂર જણાય તેવા દર્દીને જિલ્લાની સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક ટ્રાન્‍સફર કરવા પાટકરે જણાવ્‍યું હતું.

આજુબાજુના ઘરોમાં તબીબી તપાસ કરો

જે ઘરમાં કોઇ પણ કારણસર કોઇ વ્‍યક્‍તિનું મરણ થયું હોય તે ઘર તેમજ તેની આજુબાજુના ઘરોના તમામ વ્‍યક્‍તિઓની તબીબી તપાસ કરવા હાજર અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામલોકોને અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details