ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીની લાઈબ્રેરીમાં સચવાયેલી છે બંધારણની ઓરિજિનલ હસ્તપ્રત - 26 નવેમ્બર 1949 ના રોજ પૂર્ણ

સેલવાસ : 26મી નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ લખાયું હતું. અને તે બાદ 26 જાન્યુઆરી 1950થી તેને અમલમાં મુકાયું હતું. ત્યારે, આ અમૂલ્ય વારસાની એક નકલ આજે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલી સરકારી લાઈબ્રેરીમાં સચવાયેલી પડી છે. જેને સેલવાસના બુદ્ધિજીવી વર્ગ અને શાળા-કોલેજના બાળકો ઉત્સાહિત બની વાંચે છે.

constitution
બંધારણની ઓરિજિનલ હસ્તપ્રત

By

Published : Nov 26, 2019, 10:26 AM IST

Updated : Nov 26, 2019, 12:38 PM IST

ભારતના બંધારણ પવિત્ર ગ્રંથ સમાન છે. જો લેખિત બંધારણ ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશમાં અરાજકતા ફેલાવી શકે. બંધારણ આપણી ન્યાય પ્રણાલીને જાળવે છે. તેમજ લોકોને એક સીમામાં રહીને એકાત્મ ભાવથી કામ કરવા માટે પ્રેરિત કરે છે. આપણા બંધારણમાં આપણને વિવિધ દેશોની સંસ્કૃતિના દર્શન થાય છે. જે માટે વિવિધ દેશોની જુદી જુદી પ્રણાલીઓનો અભ્યાસ કરી દેશને માટે સર્વશ્રેષ્ઠ બંધારણ ઘડવાની પ્રસંશનિય કામ કર્યું છે.

બંધારણ સભાની પ્રથમ બેઠક 9મી ડીસેમ્બર 1946 નાં રોજ મળી હતી. અને 29 ઓગસ્ટ 1947ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી હતી. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિંહા બન્યા હતાં. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા. જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ ઘડવાનું કાર્ય 26 નવેમ્બર 1949 ના રોજ પૂર્ણ થયું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારે બંધારણ સભાના 389 સભ્યો હતા બંધારણ પૂર્ણ કરતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. ભારતના બંધારણમાં 12 પરિશિષ્ટો 446 અનુચ્છેદ છે. ત્યારે આ અમૂલ્ય વારસાની એક નકલને દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે આવેલી લાઇબ્રેરીમાં સાચવવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીની લાઈબ્રેરીમાં સચવાયેલી છે બંધારણની ઓરિજિનલ હસ્તપ્રત

સેલવાસની આ લાઇબ્રેરીમાં બંધારણની હસ્તપ્રત સચવાયેલી પડી છે. આ અંગે લાઈબ્રેરીના લાઇબ્રેરિયન ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, 1994-95માં કોઈ સંસ્થા દ્વારા લાઈબ્રેરીને આ અમૂલ્ય ભેટ આપવામાં આવી છે. અને ત્યારથી તેની જાળવણી કરવામાં આવી રહી છે. આ અમૂલ્ય વારસાને સેલવાસના વરિષ્ઠ સરકારી અધિકારીઓ બુદ્ધિજીવી નાગરિકો શાળા-કોલેજના બાળકો જોવા માટે અને તેમાં લખેલા બંધારણને જાણવા માટે માંગતા હોય છે. જેમને લાઇબ્રેરી તરફથી આ ગ્રંથ વાંચવા માટે પૂરો પાડવામાં આવે છે. તો આ સુવિધાની હસ્તપ્રતને વાંચીને અને બે ઘડી તેમના પર નજર ફેરવનારા પુસ્તક વાચકોએ જણાવ્યું હતું કે, આ ગ્રંથને જોયા પછી તેમને તે સમયના નેતાઓ પર અને આ ગ્રંથને તૈયાર કરનારા તમામ મહાનુભાવો પર માન ઉપજી રહ્યું છે.


ભારત દેશ એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક ગણરાજ્ય છે. અને બંધારણ મુજબની સરકાર આ ગણરાજ્યની પ્રતિનિધિ છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે લગભગ બે સદીના બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી 26 નવેમ્બર 1949ના રોજ પોતાનું આગવું બંધારણ તૈયાર કરી લીધુ હતું. તેને અપનાવી એક સાર્વભૌમ, લોકશાહી, ગણતંત્રની ઘોષણા 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી.

Last Updated : Nov 26, 2019, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details