- સચિન વજે કેસમાં દમણથી મળી વોલ્વો કાર
- ઉદ્યોગપતિ અભિષેક અને કારને ATSની ટીમ મુંબઈ લઇ ગઈ
- કારના માલિકને લઈ સર્જાયા અનેક સવાલો
દમણ: એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વજેની ધરપકડ બાદ આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે. જેમાં સચિન વજેની વોલ્વો કારને લઈને તપાસ ચાલી રહી હતી. તે વોલ્વો કાર દમણમાં એક ઉદ્યોગપતિના ઘરેથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુંબઈ ATS દ્વારા દમણ પોલીસનો સંપર્ક કરી દમણના દુણેઠા વિસ્તારમાં જેમ્સ પ્લાઝા સામે આવેલ અભિષેક નાથાણીના ઘરે છાપો મારી તેની પૂછપરછ કરી ઘરે રહેલ કાર અને અભિષેકને પોતાની સાથે મુંબઈ લઈ જવા રવાના થયા હતાં.
આ પણ વાંચો:સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ